સરકારી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર BSNL એ તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી તે નકલી યોજનાઓ સાથે સંબંધિત છે જે મોબાઈલ ટાવર લગાવવાના નામે ખોટા વચનો આપે છે. જો તમે તમારા સ્થાન પર ટાવર લગાવીને પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
https://bsnltowersite.in/ નામની વેબસાઇટે BSNLનું પ્રતિનિધિત્વ કરવાનો ખોટો દાવો કર્યો છે. વેબસાઇટ ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી વિસ્તારોમાં છત પર ટાવર સ્થાપિત કરવા બદલ દર મહિને 25,000 થી 50,000 રૂપિયા સુધીની રકમનું વચન આપી રહી છે.
જોકે, BSNLએ સ્પષ્ટતા કરી છે કે આ વેબસાઈટ સરકારી ટેલિકોમ કંપની સાથે સંબંધિત નથી અને તે છેતરપિંડી છે. તેનો હેતુ એવા લોકોની અંગત માહિતી ચોરી કરવાનો છે કે જેઓ ટાવર લગાવવા માટે જગ્યા આપીને પૈસા કમાવવા માંગે છે.
BSNL એ પણ એક નવી પોસ્ટ શેર કરી છે
BSNL એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં દેશભરના તેના ગ્રાહકોને આ નકલી વેબસાઇટ વિશે ચેતવણી આપવામાં આવી છે. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વેબસાઇટ ખોટા વચનો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગ્રાહકોને આવા દાવાઓ અથવા મેસેજને અવગણવા અપીલ કરી હતી. કંપનીએ નકલી વેબસાઈટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જેથી ગ્રાહકો તેને ઓળખી શકે અને એલર્ટ રહી શકે.
સામાન્ય રીતે જ્યારે ટેલિકોમ કંપનીઓ ટાવર ઇન્સ્ટોલ કરે છે ત્યારે તેઓ મિલકતના માલિકને દર મહિને ભાડું ચૂકવે છે. પરંતુ BSNL એ પુષ્ટી કરી છે કે તે આવી વેબસાઈટ દ્વારા કામ કરતું નથી કે અવાસ્તવિક દાવા પણ કરતું નથી. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટાવર ઇન્સ્ટોલેશન સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે કંપનીનો સીધો સંપર્ક કરે. ઉપરાંત યુઝર્સ આવા કોઈપણ નકલી મેસેજનો શિકાર ન થાય. જો આવું થાય તો તે સીધી ફરિયાદ પણ કરી શકે છે.
શું તમે પણ Facebook પર કરો છો આ ભૂલ તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે જેલ