BSNL VoWiFi service: સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના ગ્રાહકો માટે એક મોટી અને અગત્યની સુવિધા શરૂ કરી છે. Jio અને Airtel ની જેમ જ, હવે BSNL વપરાશકર્તાઓ પણ મોબાઇલ નેટવર્ક વિના માત્ર Wi-Fi કનેક્શનનો ઉપયોગ કરીને કોલિંગ કરી શકશે. BSNL એ પસંદગીના ટેલિકોમ સર્કલમાં VoWiFi (Voice over Wi-Fi) સેવાનું સોફ્ટ-લોન્ચિંગ કર્યું છે. આ સેવા ખાસ કરીને ઇન્ડોર વિસ્તારોમાં અથવા જ્યાં ઓછું નેટવર્ક હોય ત્યાંના ગ્રાહકોને કોલિંગ સુવિધા પ્રદાન કરશે. 2 ઓક્ટોબરે કંપનીની 25મી વર્ષગાંઠ નિમિત્તે VoWiFi સેવાનું સોફ્ટ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી BSNL એ તેના ડિજિટલ વિસ્તરણ તરફ એક મોટું પગલું ભર્યું છે. આ સેવા માટે વપરાશકર્તાઓએ કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં, પરંતુ તેમનો સ્માર્ટફોન VoWiFi સુવિધાને સપોર્ટ કરતો હોવો જરૂરી છે.
BSNL VoWiFi સેવા: કેવી રીતે અને ક્યાંથી થશે શરૂઆત?
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તાજેતરમાં 100,000 થી વધુ મોબાઇલ ટાવર્સ ઇન્સ્ટોલ કરીને સમગ્ર ભારતમાં તેની 4G સેવા પણ શરૂ કરી છે, અને વધુ 97,500 ટાવર્સ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવે છે. આ સાથે જ, VoWiFi સેવા શરૂ કરીને કંપની ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માંગે છે.
સેવા અને વિસ્તરણ
- શરૂઆત: VoWiFi (Voice over Wi-Fi) સેવા હાલમાં દક્ષિણ અને પશ્ચિમ ઝોન સર્કલ માં શરૂ કરવામાં આવી છે.
- મુંબઈમાં 4G અને eSIM: કંપનીએ મુંબઈમાં તેની 4G અને eSIM સેવાઓ પણ શરૂ કરી છે, જે પહેલા તમિલનાડુ સર્કલમાં શરૂ કરવામાં આવી હતી.
- VoWiFi નો હેતુ એ છે કે ગ્રાહકો તેમના ઘરના બ્રોડબેન્ડ અથવા ઉપલબ્ધ Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરીને નેટવર્ક વિના પણ સ્પષ્ટ વૉઇસ કૉલિંગનો (Voice over Wi-Fi) અનુભવ કરી શકે.
ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા: Vodafone-Idea અને Airtel જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો ઘણા વર્ષોથી VoWiFi (Voice over Wi-Fi) સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. BSNL દ્વારા આ સેવા શરૂ થવાથી તે ખાનગી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા માં આવી ગઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, BSNL ની આ સેવા વાપરવા માટે ગ્રાહકોને વધારાનો કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, જોકે તેમનો સ્માર્ટફોન સુસંગત હોવો જરૂરી છે.