Union Budget 2023 : ભારતમાં 1 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે તેમના કાર્યકાળનું પાંચમું બજેટ (બજેટ 2023) રજૂ કર્યું હતું. ભારતમાં આવનારા દિવસોમાં મોબાઈલ ફોન સસ્તા થઈ શકે છે તો બીજી તરફ ચાંદી ખરીદવી મોંઘી થઈ શકે છે. સરકારે મોબાઈલ ફોનના કેટલાક ભાગો પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે અને સોના અને ચાંદી પરની ડ્યૂટી વધારી છે. આ સ્થિતિમાં સામાન્ય માણસના ખિસ્સા પર જે વસ્તુઓનો બોજ છે તેમાંથી રાહત મળવાની છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.


ઈલેક્ટ્રોનિક માર્કેટમાં આ વસ્તુઓ સસ્તી થશે


લિથિયમ આયન બેટરી બનાવવામાં વપરાતા માલની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે લિથિયમ બેટરી સસ્તી થશે.


ટીવી પેનલના ઓપન સેલ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી 5% થી ઘટાડીને 2.5% કરવામાં આવી છે, જેનાથી ટીવી સસ્તા થશે.


મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગના કેટલાક ભાગો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેનાથી મોબાઈલ ફોન સસ્તા થશે.


નવા બજેટમાં કેમેરા લેન્સ સસ્તા હોવાની વાત સામે આવી છે. આનો અર્થ એ છે કે હવે તમે ઓછા ભાવે સારા લેન્સવાળા સારા ફોટો અને વિડિયો કેપ્ચરિંગ ફોન ખરીદી શકશો.


ઈલેક્ટ્રોનિક માર્કેટમાં આ વસ્તુઓ મોંઘી થશે


રસોડાની ઇલેક્ટ્રિક ચીમની પર કસ્ટમ ડ્યુટી 7.5% થી વધારીને 15% કરવામાં આવી છે, જેનાથી ઇલેક્ટ્રિક ચીમની મોંઘી થશે.


GST હેઠળ 90% ઉત્પાદનો


તમે જોયું હશે કે ઘણી એવી પ્રોડક્ટ્સ છે જે બજેટમાં ન તો મોંઘા હોય છે અને ન તો સસ્તા હોય છે. તેનું કારણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST છે. 2017 પછી લગભગ 90% ઉત્પાદન કિંમત GST પર આધારિત છે, જે GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે. GSTના ટેક્સ સ્લેબમાં હાલમાં ચાર દરો (5%, 12%, 18% અને 28%) છે. GST સંબંધિત તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે.


Budget 2023: TV, મોબાઇલ, ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તાં, જાણો શું થશે મોંઘુ


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે. વિશ્વના મોટા અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે અને સંભવિત મંદીમાં ધકેલાઈ રહ્યા છે તેવા સમયે ભારતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. આમ વિશ્વની તમામ નજર મોદી સરકારના બજેટ પર છે.