Call me when you see this message Scam: આજકાલ દરેકના ફોનમાં વૉટ્સએપ વપરાઇ રહ્યું છે, લોકો દિવસમાં સૌથી વધુ સમય વૉટ્સએપ પર વિતાવે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક મોટો સ્કેમ સામે આવ્યો છે. હાલમાં જ વૉટ્સએપ પર એક નવા પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં ઠગ લોકોને યુએસ કંપની સાથે સંકળાયેલા હોવાનું કહે છે, અને લોકોને ખોટા નોકરીનું વચન આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. સ્કેમર્સ લોકોને કૉલ કરવા અને SMS કરવા માટે યુએસ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સ્કેમર્સ લોકોને બૉસ અથવા સહકાર્યકરો અને કેટલીકવાર મોટી કંપનીઓના સીનિયર અધિકારીઓ જેવા કામ પરના મહત્વપૂર્ણ લોકો તરીકે ઓળખાવે છે અને આમ લોકોને તેમના વેબમાં આકર્ષિત કરે છે.


આઈએએનએસના અહેવાલ મુજબ, મુખ્ય શહેરની એક મોટી મીડિયા કંપનીમાં કામ કરતા કર્મચારીને કેટલીય નકલી આંતરરાષ્ટ્રીય કૉલ આવ્યા હતા. આ કૌભાંડમાં કૌભાંડી પોતાને એક મોટી કંપનીનો અધિકારી ગણાવે છે અને કામ સાથે સંબંધિત વ્યક્તિ સાથે વાત કરવાની પરવાનગી માંગે છે. સ્કેમર્સ એવા લોકોને મેસેજ પણ મોકલી રહ્યામ છે કે જે વાંચે છે કે 'તમે ફ્રી હોવ ત્યારે મને કૉલ કરો...' રિપોર્ટ્સ સૂચવે છે કે સ્પૂફ કરેલા કૉલ્સ યુએસ નંબરોમાંથી આવ્યા હતા, જેમાં એટલાન્ટા, જ્યોર્જિયા માટે +1 (404) કોડ અને +1 (404)નો સમાવેશ થાય છે. શિકાગો, ઇલિનૉઇસ માટે કોડ +1 (773) દેખાઇ રહ્યો હતો.


સેફ રહેવા માટે આ સેટિંગ્સને કરી લો ઓન - 
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ભારતમાં પણ ઘણા લોકોને વિદેશી નંબર પરથી કેટલીય કૉલ અને એસએમએસ આવ્યા હતા. આ પછી વૉટ્સએપે કાર્યવાહી કરી અને આવા તમામ નંબર બ્લૉક કરવાનું શરૂ કરી દીધું.


સ્કેમર્સ નકલી કૉલર્સ અને કંપનીના અધિકારીઓ તરીકે લોકોને છેતરે છે અને પછી તેમના પૈસા અને પર્સનલ ડેટાની ચોરી કરે છે. આ બધું તમારી સાથે ના થવું જોઈએ, તેથી હંમેશા પહેલા તમારી સામેની વ્યક્તિની ચકાસણી કરો અને પછી જ કોઈપણ ડિટેલ્સ શેર કરો. વૉટ્સએપના તમામ પ્રાઇવસી સેટિંગ્સ જેમ કે 2FA, અજાણ્યા નંબરથી સાયલન્ટ કૉલ વગેરે ચાલુ રાખો જેથી કરીને તમે સુરક્ષિત રહો. જો તમને ક્યારેય કોઈ વિદેશી નંબર પરથી કૉલ આવે તો તેને ઉપાડશો નહીં, અને મેસેજનો જવાબ ના આપો અથવા લિન્ક પર ક્લિક કરશો નહીં. આવા નંબરોને તાત્કાલિક જાણ કરો અને બ્લૉક કરો.