CERT-In Issues Warning: ભારત સરકારે કરોડો Android યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યોરિટી એલર્ટ જાહેર કરી છે. આ ચેતવણી એવા ડિવાઇસ વિશે છે જે Qualcomm ચિપસેટ પર ચાલે છે. આ એલર્ટ CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્ધારા જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ ડિવાઇસમાં ગંભીર સિક્યોરિટી ખામીઓ મળી આવી છે. આ ખામીઓની જાણ સૌપ્રથમ Google ના Threat Analysis Group દ્ધારા કરવામાં આવી હતી.

Continues below advertisement

CERT-In અનુસાર, આ સુરક્ષા ખામીઓનો લાભ લઈને સાયબર ગુનેગારો તમારા ડિવાઇસમાંથી સંવેદનશીલ ડેટા ચોરી શકે છે અને મનસ્વી કોડિંગ દ્વારા ફોનને હેક કરી શકે છે.

કયા Qualcomm ચિપસેટ જોખમમાં છે?

Continues below advertisement

આ મહિનાના સિક્યોરિટી બુલેટિનને 'હાઇ રિસ્ક' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે Qualcomm ના ઘણા લોકપ્રિય ચિપસેટ, GPU અને Wi-Fi મોડેમમાં એક સાથે ઘણી ગંભીર ખામીઓ મળી આવી છે. બુલેટિન મુજબ, Snapdragon 480+ 5G, Snapdragon 662, Snapdragon 8 Gen 2 અને તાજેતરના Snapdragon 8 Gen 3 (2024 ફ્લેગશિપ ચિપ) જેવા મોડલો પણ પ્રભાવિત થયા છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને Qualcomm એ તેના તમામ પાર્ટનર્સ, યુઝર્સ અને બિઝનેસ ક્લાયન્ટ્સને ચેતવણી આપી છે.

Qualcomm એ અત્યાર સુધી કયા પગલાં લીધાં છે?

CERT-In અનુસાર, Qualcomm આ જોખમોથી વાકેફ છે અને એવી આશંકા છે કે આમાંની કેટલીક ખામીઓનો સાયબર ગુનેગારો દ્વારા પહેલાથી જ ઉપયોગ કરવામાં આવ્યો હશે.

Android યુઝર્સે શું કરવું જોઈએ?

જો તમારો ફોન Qualcomm ચિપસેટ પર કામ કરે છે, તો તરત જ May 2025 Android Security Patch ઇન્સ્ટોલ કરો. આ તમારા ડિવાઇસને આ જોખમોથી સુરક્ષિત કરી શકે છે.

અપડેટ કેવી રીતે કરવું

-ફોનની સેટિંગ્સમાં જાવ

-નીચે સ્ક્રોલ કરો અને સિસ્ટમ અપડેટ્સ પસંદ કરો

- Check for update  પર ટેપ કરો

-નવું અપડેટ મળે ત્યારે ઇન્સ્ટોલ કરો

-ફોન Reboot કરો

-હવે તમારો ફોન લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ સાથે સુરક્ષિત રહેશે.