વર્ષોથી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક એપ ચાર્ટમાં પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ હવે એક નવી એપે તેમનું સ્થાન લીધું છે. એપલે તાજેતરમાં આ વર્ષે યુએસમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી ફ્રી આઇફોન એપ્સની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર, ચેટજીપીટી 2025 માં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ હતી. લગભગ 2.5 વર્ષ પહેલા લોન્ચ કરાયેલ, ચેટજીપીટી ઝડપથી અન્ય એપ્સને પાછળ છોડીને ટોચના સ્થાને પહોંચી ગયું છે.
ChatGPT માં કેટલા ડાઉનલોડ્સ ?
2023 માં, ChatGPT ટોપ 10 ની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યું ન હતું, જ્યારે ગયા વર્ષે તે સૌથી વધુ ડાઉનલોડ્સમાં એપ સ્ટોરમાં ચોથા ક્રમે હતું, જેમાં ચાઇનીઝ શોપિંગ એપ ટેમુ ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જ જયારે તે માર્ચમાં TikTok અને Instagram ને પાછળ છોડીને આ એપ વૈશ્વિક સ્તરે સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ બની હતી. એક અહેવાલ મુજબ, ChatGPT કુલ 1.36 અબજ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે.
ChatGPT ની કેમ વધી રહી છે લોકપ્રિયતા
ચેટજીપીટીની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે કે એઆઈ લોકોના જીવનમાં કેટલી ઝડપથી પ્રવેશ કરી રહ્યું છે. લોકો હવે ઘરથી લઈને કામ સુધીના કાર્યો માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. ચેટજીપીટીની લોકપ્રિયતાએ સર્ચમાં ગૂગલના વર્ચસ્વને પણ પડકાર ફેંક્યો છે, અને લોકો હવે સર્ચ હેતુઓ માટે ગૂગલ કરતાં એઆઈ ચેટબોટ્સનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
ટોપ 10 ની યાદીમાં બીજી કઈ એપ્સ ?
એપલની સૌથી વધુ ડાઉનલોડ થયેલી યાદીમાં ચેટજીપીટી પ્રથમ સ્થાને છે. થ્રેડ્સ બીજા સ્થાને છે, ત્યારબાદ ગૂગલ ત્રીજા સ્થાને છે, ટિકટોક ચોથા સ્થાને છે અને વોટ્સએપ મેસેન્જર પાંચમા સ્થાને છે. ઇન્સ્ટાગ્રામ છઠ્ઠા સ્થાને છે, યુટ્યુબ સાતમા સ્થાને છે, ગૂગલ મેપ્સ આઠમા સ્થાને છે, જીમેઇલ નવમા સ્થાને છે અને ગૂગલ જેમિની 10મા સ્થાને છે.