ઓપન AIએ થોડા દિવસ પહેલા ChatGPTને થોડા સમય માટે બંધ કરી દીધું હતું. ChatGPT બંધ કરવાનું કારણ બગ હતું, જેના કારણે યુઝર્સની માહિતી લીક થઈ રહી હતી. હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બગને કારણે કેટલાક લોકો અન્ય યુઝર્સની ચેટ હિસ્ટ્રી જાહેર થઈ ગઈ હતી.
ઓપન AI અનુસાર, હકીકત માત્ર આટલી જ નહોતી. શુક્રવારે, કંપનીએ જણાવ્યું હતું કે, કેટલાક યુઝર્સ અન્ય યુઝર્સની ચૂકવણીની વિગતો જોવામાં સક્ષમ હતા. જો કે, હવે આ બગને ઠીક કરી દેવામાં આવ્યો છે.
ChatGPTએ યુઝર્સની વિગતો લીક કરી છે
કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, બગના કારણે કેટલાક યુઝર્સ અન્ય યુઝર્સની અંગત વિગતો જોઈ રહ્યા હતા. આમાં યુઝર્સના ક્રેડિટ કાર્ડના ચાર અંક પણ જોવા મળ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, 'તપાસમાં, અમને જાણવા મળ્યું છે કે આ બગને કારણે, ChatGPT Plusના 1.2 ટકા વપરાશકર્તાઓની ચુકવણી વિગતો અન્ય વપરાશકર્તાઓને દેખાઈ રહી હતી, જેઓ તે 9 કલાક દરમિયાન સક્રિય હતા.
સોમવારે જ્યારે અમે થોડા સમય માટે ChatGPT બંધ કર્યું હતું. શક્ય છે કે, કેટલાક યુઝર્સે અન્ય યુઝર્સની વિગતો જોઈ હોય. જેમ કે, પહેલું અને છેલ્લું નામ, ઇમેઇલ એડ્રેસ, ચુકવણી એડ્રેસ, ક્રેડિટ કાર્ડના છેલ્લા 4 અંકો અને ક્રેડિટ કાર્ડની લાસ્ટ ડેટ. પરંતુ કોઈપણ ક્રેડિટ કાર્ડનો આખે આખો નંબર લીક થયો નથી તેમ બ્લોગમાં જણાવવામાં આવ્યું હતું.
કોનો ડેટા લીક થયો?
ઓપન AI અનુસાર, એવા યુઝર્સની સંખ્યા ઘણી ઓછી છે જેમનો ડેટા લીક થયો છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ ડેટાને માત્ર ChatGPT Plus યુઝર્સ ચોક્કસ પ્રક્રિયા દ્વારા એક્સેસ કરી શકે છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીએ અસરગ્રસ્ત વપરાશકર્તાઓને ડેટા લીક વિશે માહિતી આપી હતી. જો તમને ChatGPT તરફથી ડેટા લીક સંબંધિત કોઈ મેલ પણ મળ્યો હોય તો તમે એવા યુઝર્સમાં જોડાઈ શકો છો જેમનો ડેટા લીક થયો છે.
ChatGPT ગયા વર્ષે નવેમ્બરમાં ઓપન AI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના લોન્ચિંગના થોડા જ સમયમાં આ ચેટબોટ ખૂબ જ ચર્ચામાં છે. લોન્ચિંગના માત્ર 5 દિવસમાં તેના યુઝર્સની સંખ્યા 10 લાખ સુધી પહોંચી ગઈ હતી. કંપનીએ થોડા સમય પહેલા તેનું પેઇડ વર્ઝન લોન્ચ કર્યું છે. ભારતમાં આ માટે યુઝર્સને દર મહિને 1650 રૂપિયા ખર્ચવા પડશે. કંપની પ્લસ યુઝર્સને કેટલીક ખાસ સેવાઓ આપી રહી છે.
ChatGPT : ChatGPT સાથે થઈ ગયો કાંડ, લીક થયા યુઝર્સની ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ
gujarati.abplive.com
Updated at:
25 Mar 2023 05:54 PM (IST)
ઓપન AIએ થોડા દિવસ પહેલા ChatGPTને થોડા સમય માટે બંધ કરી દીધું હતું. ChatGPT બંધ કરવાનું કારણ બગ હતું, જેના કારણે યુઝર્સની માહિતી લીક થઈ રહી હતી.
તસવીર સોશિયલ મીડિયા
NEXT
PREV
Published at:
25 Mar 2023 05:54 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -