Lava એ ચીની કંપનીઓની ઊંઘ ઉડાડી, લૉન્ચ કર્યો Dual સ્ક્રીન વાળો સસ્તો 5G સ્માર્ટફોન

Lava 5G smartphone: Lava Blaze Duo બે સ્ટૉરેજ વેરિયન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવી છે - 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે

Continues below advertisement

Lava 5G smartphone: Lava એ ભારતમાં ડ્યૂઅલ સ્ક્રીનવાળો વધુ એક સસ્તો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. લાવાનો આ ફોન 8GB રેમ, 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ સહિત ઘણા મજબૂત ફિચર્સ સાથે આવે છે. મુખ્ય સ્ક્રીનની સાથે આ સ્માર્ટફોનમાં પાછળની બાજુએ સેકન્ડરી સ્ક્રીન છે, જેનો ઉપયોગ નૉટિફિકેશન વગેરે માટે કરવામાં આવશે. થોડા દિવસો પહેલા કંપનીએ ડ્યૂઅલ સ્ક્રીન સાથે Lava Agni 3 5G પણ લૉન્ચ કર્યું હતું.

Continues below advertisement

Lava Blaze Duo ની કિંમત 
Lava Blaze Duo બે સ્ટૉરેજ વેરિયન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવી છે - 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. વળી, તેનું ટોપ વેરિઅન્ટ 17,999 રૂપિયામાં આવે છે. ફોનનું પહેલું વેચાણ 20 ડિસેમ્બરે થશે. આ ફોનને ઈ-કૉમર્સ વેબસાઈટ Amazon પરથી ખરીદી શકાય છે. કંપની આ ફોનની ખરીદી પર 2,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Lava Blaze Duo ના ફિચર્સ  - 
Lava ના આ બજેટ 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની FHD+ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે હશે. ફોનનું ડિસ્પ્લે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફિચરને સપૉર્ટ કરે છે અને તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરને પણ સપોર્ટ કરશે.

Lava Blaze Duoની પાછળ 1.58 ઇંચની સેકન્ડરી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના પર તમે નૉટિફિકેશન વગેરે જોઈ શકો છો.

ફોનમાં MediaTek Dimensity 7025 પ્રૉસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 8GB રેમ અને 128GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ સપૉર્ટ સાથે આવે છે. ફોનની રેમને 8GB સુધી વધારી શકાય છે. આ રીતે યૂઝર્સ 16GB સુધીની રેમ મેળવી શકે છે. વળી, આંતરિક સ્ટૉરેજને માઇક્રૉએસડી કાર્ડ દ્વારા પણ વિસ્તૃત કરી શકાય છે.

આ ફોન પાવરફૂલ 5,000mAh બેટરી અને USB Type C ચાર્જિંગ સાથે આવે છે અને Android 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 64MPનો મુખ્ય એટલે કે પ્રાઈમરી કેમેરા હશે. તેની સાથે 2MP મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MP કેમેરા છે.

આ પણ વાંચો

iPhone 17 સીરીઝમાં નવું મૉડલ લાવી શકે છે Apple, લૉન્ચ પહેલા કિંમત ને ફિચર્સ થયા લીક

                                                                                                              

Continues below advertisement
Sponsored Links by Taboola