Acer Laptop: જો તમે બજેટમાં નવું લેપટૉપ ખરીદવા માંગો છો, તો હવે તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે. અગ્રણી ટેક કંપની એસરે એક એવું લેપટૉપ લૉન્ચ કર્યું છે જેની કિંમત એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેટલી છે. જો તમે બજેટમાં નવું લેપટૉપ ખરીદવા માંગો છો, તો હવે તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે. અગ્રણી ટેક કંપની એસરે એક એવું લેપટૉપ લૉન્ચ કર્યું છે જેની કિંમત એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેટલી છે. આ લેપટૉપનું નામ Acer Aspire 3 છે, અને તે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મૂળભૂત કાર્યો માટે રચાયેલ છે.


Acer Aspire 3 લેપટૉપ લૉન્ચ - 
એસર દ્વારા વિદ્યાર્થીઓ અને બજેટ યૂઝર્સ માટે 15,000 રૂપિયાથી ઓછી કિંમતે Aspire 3 રજૂ કરવામાં આવ્યું છે. જો તમે શાળા-કૉલેજના કામ માટે અથવા રોજિંદા હળવા કાર્યો માટે સસ્તું અને ઉપયોગી લેપટૉપ શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ નવું લેપટૉપ વિન્ડોઝ ૧૧ પર કામ કરે છે. તે ઇન્ટેલ સેલેરોન N4500 ચિપથી સજ્જ છે, જે સરળ કામગીરી આપે છે. આ નવા લેપટૉપમાં 8GB રેમ અને 512GB સુધી સ્ટૉરેજનો વિકલ્પ છે. આ ડિવાઇસમાં ૧૧.૬ ઇંચનો એચડી એસર કૉમ્ફીવ્યૂ એલઇડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન ૧૩૬૬ x ૭૬૮ છે.


લેપટૉપમાં ઇન્ટેલ UHD ગ્રાફિક્સ કાર્ડ સપોર્ટ ઉપલબ્ધ છે. પાવર માટે, તેમાં 38Wh બેટરી છે, જે લાંબા સમયનો બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type-C, USB 3.2 Gen 1, HDMI પોર્ટ અને માઇક્રો SD કાર્ડ રીડર જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે. કંપનીએ તેને ત્રણ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યું છે. તેના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,990 રૂપિયા રાખવામાં આવી છે. વળી, તેના 8GB + 256GB સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા અને 8GB + 512GB સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 19,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ લેપટૉપ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે, જ્યાંથી તમે તેને સરળતાથી ખરીદી શકો છો. ઓનલાઈન ક્લાસ, રોજિંદા કામ અથવા મૂળભૂત ગ્રાફિક્સ માટે બજેટ-ફ્રેંડલી અને કૉમ્પેક્ટ લેપટૉપની જરૂર હોય તેવા યૂઝર્સ માટે એસર એસ્પાયર 3 એક આદર્શ પસંદગી છે.


આ પણ વાંચો


ઓફિસના લેપટોપ પર ભૂલથી પણ સર્ચ ના કરતા આ વસ્તુઓ, નહી તો આવશે મુશ્કેલી