Xiaomi : શ્યાઓમી એક નવી સ્માર્ટફોન સીરીઝ લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. આમાં Xiaomi 12, Xiaomi 12X, અને Xiaomi 12 Pro સ્માર્ટફોન હોઇ શકે છે. આના વિશે અત્યાર સુધી કેટલીય લીક સામે આવી ચૂકી છે. એક નવા અપડેટમાં Xiaomi 12 સ્ટાન્ડર્ડ એડિશનને કથિત રીતે કમ્પલસરી સર્ટિફિકેટ ઓફ ચાઇના (3C) વેબસાઇટ પર મૉડલ નંબર 2201123Cની સાથે જોવામાં આવ્યો હતો. લિસ્ટિંગથી સ્માર્ટફોનના ચાર્જિંગ ટાઇપની પણ જાણ થઇ છે. Xiaomi 12 વેનિલા મૉડલની પુષ્ટી કંપની દ્વારા તાજેતરમાં જ કરવામાં આવી હતી, આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 Gen 1 SoC આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનને 28 ડિસેમ્બરે એક લૉન્ચ ઇવેન્ટમાં રજૂ કરવાની તૈયારી છે. 


રિપોર્ટ્સ અનુસાર, આ 5G સ્માર્ટફોન હશે. Xiaomi 12 વેનિલા મૉડલ 67 વૉટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં જ એક લીકમાં સામે આવ્યુ હતુ કે Xiaomi 12 Pro 120 વૉટનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. જોકે, શ્યાઓમીની જેમ આ ફોન્સને લૉન્ચને લઇને અધિકારિક જાહેરાત નથી કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર આ વર્ષના અંતમાં થનારી ઇવેન્ટમાં આ ફોન્સને લૉન્ચ કરવામાં આવી શકે છે.   


રિપોર્ટ્સમાં એ પણ સામે આવ્યુ છે કે, Xiaomi 12 4500mAhની બેટરીની સાથે આવશે. આ ઉપરાંત એ પણ સામે આવ્યુ છે કે આ ફોનના રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે. વળી, આના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો હશે. 


ફોન એક OLED પેનલની સાથે આવી શકે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને સેલ્ફી કેમેરા માટે એક પંચ હૉલને સપોર્ટ કરશે. ફોન કંપનીના MIUI 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન સીરીઝના અલગ અલગ કેસ પણ લીક થવાની વાત સામે આવી છે. એક કેસમાં આના રિયર કેમેરા રાઉન્ડ સેપમાં છે,તો બીજા કેસમાં એક રેક્ટએન્ગલ શેપમાં છે.