નવી દિલ્હીઃ ચીનની જાણીતી સ્માર્ટફોન કંપની ઓપ્પો હવે પોતાના નવા ફિચર પર કામ કરી રહી છે. રિપોર્ટ છે કે, ઓપ્પો પોતાના નવા ફોનમાં કેમેરા ફિચર્સના ઝૂમિંગને નવેસરથી સેટ કરી રહી છે. ઓપ્પો (Oppo)એ ઇનો ડે ઇવેન્ટ (Inno Day Event) પહેલા પોતાના મોબાઇલ કેમેરાને વધુ દમદાર બનાવતી ટેક્નોલોજી (Camera Technology) બતાવી છે. આ વાતની જાણકારી ખુદ કંપનીએ આપી છે. 


ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ સ્માર્ટફોન ટેક્નોલોજીનું એક ટીઝર રિલીઝ કર્યું છે, અને પોતાના નવા ચેન્જ વિશે હિન્ટ આપી છે. જોકે, કંપનીએ કોઇ વધારે જાણકારી આપી નથી. 


શું છે ઓપ્પોના ટીઝરમાં ?
વધુ ઓપ્ટિકલ ઝૂમ ઑફર કરવા માટે લેન્સ અને સેન્સર વચ્ચેનું અંતર પણ લંબાવવું જરૂરી બને છે અને ઓપ્પોએ રિલીઝ કરેલા ટીઝરમાં પણ આવું દર્શાવ્યું છે. આપણે સૌ પોપ-અપ કેમેરા વિશે જાણીએ છીએ. ઓપ્પોએ પણ આવા કોન્સેપ્ટવાળા લોન્ચ કર્યા છે. પરંતુ હાલમાં ઓપ્પોએ જે ટેક્નોલોજી તેના સ્માર્ટફોનમાં દર્શાવી છે, તે અનુસાર ફોનમાં કેમેરો ઉપરની તરફ જવાની જગ્યાએ હોરીઝોન્ટલ એટલે કે સામેની તરફ બહાર આવશે. એકદમ તેવી જ રીતે જેમ આપણે ડીજીકેમ્સમાં જોઇએ છીએ.


ખાસ વાત છે કે, દરેક સ્માર્ટફોન મેકર કંપનીઓ પોતાના કેમેરા ફિચર્સ પર વધુ ફોકસ કરી રહી છે, હવે આ લિસ્ટમાં ઓપ્પો પણ જોડાઇ ગઇ છે. આમાં ખાસ કરીને ફોનના કેમેરામાં વધુ ઝૂમિંગ (Zooming) કરવાની સુવિધા અગ્રેસર છે.


 


આ પણ વાંચો---- 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ


Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ


Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો