નવી દિલ્હીઃ Google Chromeમાં કૈશે અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર કરવાના કેટલાય ફાયદાઓ છે. આમાંનો એક ફાયદો એ છે કે, આમ કરવાથી કોઇ નથી જાણી શકતુ કે તમે શું સર્ચ કર્યુ હતુ. સાથે કૈશે અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર કરવાથી બીજી કેટલીય મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે. બીજીવાત એ છે કે ઘણીવાર યૂઝર્સને ગૂગલ પર કંઇક સર્ચ કરતી વખતે અચાનક ઇન્ટરનેટ સ્પીડ ઓછી થઇ જાય છે. લેપટૉપ, કૉમ્પ્યૂટર કે મોબાઇલ -આ ત્રણેયમાં આ પ્રૉબ્લમ આવે છે, અને આનુ કારણ પણ બ્રાઉઝરમાં હિસ્ટ્રીમાં ડેટા, કૈશે વગેરે જમા થઇ જવાનુ છે. એટલે દરેક સમયાંતરે હિસ્ટ્રી અને કૈશે ક્લિયર કરતાં રહેવુ જરૂરી છે. 


અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ કે Google Chromeમાં કૈશે અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી કઇ રીતે ડિલીટ કરાય છે. 


મોબાઇલમાં.......


સૌથી પહેલા તમારા ફોનમાં તમારા ફોનમાં રહેલી ગૂગલ ક્રૉમ એપમાં જવુ પડશે. 
આ પછી સેટિંગ્સમાં જાઓ, આમા કરવા માટે તમારે ત્રણ ડૉટ્સ પર ટેપ કરવુ પડશે. 
તમને સેટિંગ્સનો ઓપ્શન દેખાશે, આના પર ટેપ કરો. 
પછી Privacy and security ઓપ્શન પર ટેપ કરી દો. 
હવે એક નવુ પેજ ખુલશે, આમાં Clear Browsing dataના ઓપ્શન પર ટેપ કરી દો.
અહીં તમને- Browsing history, Cookies and site data અને Cached images and filesને ક્લિયર કરવાનો ઓપ્શન મળશે. આ પહેલાથી જ સિલેક્ટેડ હશે, તમે આમાંથી તમારી મરજી પ્રમાણે પસંદ કરી શકો છો. 
તમે ટાઇમ રેન્જ પણ સિલેક્ટ કરી શકો છો કે તમારે ક્યારનો ડેટા ક્લિયર કરવો છે. 
તમામ ઓપ્શનને મરજી પ્રમાણે પસંદ કરો અને નીચે આપેલા Clear Data પર ટેપ કરી દો.


લેપટૉપ કે કૉમ્પ્યુટરમાં..... 


ક્રૉમને ઓપન કરો. 
ટૉપ રાઇટ પર જાઓ અને ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો. 
More tools પર ક્લિક કરો. 
આ પછી Clear browsing data પર ક્લિક કરો. 
ટાઇમ રેન્જ સિલે્કટ કરો કે તમારે ક્યારનો ડેટા ક્લિયર કરવો છે.
આ પછી Cookies and other site data અને Cached images and filesની સામે વાળા બૉક્સ પર પણ ચેક કરી દો.
હવે Clear data પર ક્લિક કરી દો.