Chrome most unsafe browser in 2022: ગૂગલ ક્રૉમ (Google Chrome) દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામા આવનારુ બ્રાઉઝર છે, નવા રિપોર્ટ્સ અનુસાર, આ 2022નુ સૌથી અસુરક્ષિત બ્રાઉઝર પણ છે, અટલસ વીપીએનના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ગૂગલ ક્રૉમ બ્રાઉઝરમાં કુલ 3,159 સુરક્ષા ખામીઓ (vulnerabilities) નીકળી છે, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ આંકડા VulDB vulnerability ડેટા બેઝના ડેટા પર આધારિત છે, જે 1 જાન્યુઆરી, 2022 થી 5 ઓક્ટોબર, 2022 સુધીનો છે. 

Continues below advertisement

ઓક્ટોબરના પહેલા પાંચ દિવસમાં આમાં કેટલીય ખામીઓ નીકળી છે, તાજેતરમાં જ આ બ્રાઉઝરમાં CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, અને CVE-2022-3307 સુરક્ષા ખામીઓ નીકળી હતી. CVE પ્રૉગ્રામ કેટલાય પ્લેટફોર્મ પર સુરક્ષા ખામીઓ અને નબળાઇઓને ટ્રેક કરે છે. ડેટાબેઝ હજુ સુધી આ ખામીઓની જાણકારીઓને લિસ્ટ નથી કરતુ, પરંતુ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે, આ સુરક્ષા ખામીઓના કારણથી કૉમ્પ્યૂટરની મેમરી કરપ્ટ થઇ શકે છે. 

ક્રૉમ બાદ મોજિલા ફાયરફૉક્સ, માઇક્રોસૉફ્ટ એજ, એપલ સફારી અને ઓપેરાનો નંબર - જોકે યૂઝર્સ Google Chrome વર્ઝન 106.0.5249.61 માં અપડેટ કરીને આને ઠીક કરી શકે છે, જ્યારે સુરક્ષા ખામીઓની વાત આવે છે તો Google ક્રૉમ બાદ મોજિલાનુ ફાયરફૉક્સ, માઇક્રોસૉફ્ટ એજ, એપલ સફારી અને ઓપેરાનો નંબર આવે છે, મોજિલાનુ ફાયરફૉક્સ બ્રાઉઝર નબળાઇઓ માટે બીજા નંબર પર છે. વળી, 05 ઓક્ટોબર સુધી માઇક્રોસૉફ્ટ એજમાં 103 સુરક્ષા ખામીઓ હતી, જે 2021ના આખા વર્ષની સરખામણીમાં 61 ટકા વધારે છે, કુલ મળીને રિલીઝ થયા બાદ આમાં 806 સુરક્ષા ખામીઓ નીકળી છે. 

Continues below advertisement

આ પછી સફારી છે, જેમાં કેટલાક નીચલા સ્તરની સુરક્ષા ખામીઓ નીકળી છે, આ બધાની વચ્ચે, ઓપેરા બ્રાઉઝરમાં 2022 માં અત્યારે કેટલીય સુરક્ષા ખામી નીકળી છે, મે 2022 સુધી સફારીને એક અબજથી વધુ યૂઝર્સે ઉપયોગ કર્યો છે.

Google Chrome: ગૂગલ ક્રૉમ પોતાના યૂઝર્સ માટે લાવ્યુ ત્રણ નવા ફિચર, જાણો તમારે માટે કઇ રીતે થશે ફાયદાકારક

Google Chrome Features: ગૂગલ ક્રૉમ દુનિયાનુ સૌથી પૉપ્યૂલર બ્રાઉઝરમાંનુ એક છે. Googleએ પોતાના યૂઝર્સ માટે ત્રણ નવા ફિચર રિલીઝ કર્યા છે. ફિચર્સમાં લિન્ક મોકલાની એક બેસ્ટ રીત, ટેબ સર્ચ અને નવુ બેકગ્રાઉન્ડ અને કલર સિલેક્ટ કરવાની સુવિધા છે. 

નવી લિન્ક શેરિંગ ફિચરની સાથે, યૂઝર્સ લિન્ક શેર કરતાં પહેલા રિસીવર માટે પેજના એક સ્પેશ્યલ પાર્ટને હાઇલાઇટ કરી શકે છે. આ તેમને પેજના ટૉપને બદલે, પેજની હાઇલાઇટ કરવામાં આવેલા ભાગ પર મોકલી દેશે. અહીં બતાવવામાં આવ્યુ છે કે આને કઇ રીતે કરવુ...... 

આ રીતે કરો લિન્ક-સૌથી પહેલા તે ટેક્સ્ટને હાઇલાઇટ કરો જેને તમે શેર કરવા માંગો છો. હવે રાઇટ ક્લિક કરીને સિલેક્ટ કૉપી લિન્ક ટૂ હાઇલાઇટ પર ક્લિક કરો.હવે તમે આ લિન્કને જ્યાં શેર કરવા ઇચ્છો છો, જેમ કે ઇમેઇલ, મેસેજ, વૉટ્સએપ વગેરે પર પૉસ્ટ કરી દો.

Google ક્રૉમ બ્રાઉઝરમાં રિલીઝ કરવામાં આવ્યુ બીજુ ફિચર ટેબ સર્ચ છે. કેટલીય ટેબ ખુલ્લી હોવાના કારણે, ક્યારેક ક્યારેક વિશેષ ટેબને શોધવી મુસ્કેલ બની જાયે છે. હવે ક્રૉમ યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરીને એક ટેબ સર્ચ કરી શકે છે. આમ કરવા માટે તમારે વિન્ડોની ટૉપ પર ટેબ સર્ચ આઇકૉન પર ક્લિક કરો અને હવે તે ટેબ માટે કીવર્ડ નાંખીને તમે તેને સર્ચ કરી શકો છો.