Amazon Pay Cash Load System: આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે અને દરેકને તેમની નોટ બદલવા માટે બેંકમાં જવાની અપીલ કરી છે. RBIએ લોકોને 2000 રૂપિયાની નોટ બદલવાની સમય મર્યાદા નિર્ધારીત કરી છે. આ જાહેરાત બાદ લોકો 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકમાં જઈ રહ્યા છે. લોકોને સરળતાથી નોટો બદલવામાં મદદ કરવા માટે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને એક સુવિધા શરૂ કરી છે. 


રૂપિયા 2000ની નોટ બદલવા માટે એમેઝોને 'Amazon Pay કેશ લોડ સિસ્ટમ'ની શરૂઆત કરી છે.  આ સુવિધા હેઠળ તમે એક મહિનામાં 50,000 રૂપિયા સુધીની રકમ ઘર બેઠા બેઠા જ એપ્લિકેશન મારફતે બદલી શકો છો. જાણો રીત. 


એમેઝોન દ્વારા એક્સચેન્જ કરાયેલી નોટ માટે તમને તમારા 'એમેઝોન પે વોલેટ'માં ઓનલાઈન પૈસા મળશે. એટલે કે એમેઝોન તમને રોકડ નહીં આપે. જો તમે ઇચ્છો તો તમે Amazon Payમાં પૈસા વડે ખરીદી શકો છો અથવા તેને તમારી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો.


2000ની નોટ આ રીતે બદલો


2000 રૂપિયાની નોટ બદલવા માટે સૌ પ્રથમ તો તમારે એમેઝોન પરથી કેટલાક સામાનનો ઓર્ડર આપવો પડશે જે કેશ લોડ માટે પાત્ર છે.


ચેકઆઉટ પ્રક્રિયા દરમિયાન, "કેશ ઓન ડિલિવરી" વિકલ્પ પસંદ કરો.


હવે જ્યારે ડિલિવરી એજન્ટ તમારા ઘરે આવે, ત્યારે તેને જણાવો કે તમે તમારા Amazon Pay બેલેન્સમાં પૈસા જમા કરવા માંગો છો.


એજન્ટને પૈસા આપો ડિલિવરી પર્સન આ પૈસાની તપાસ કરશે અને જો સાચા જણાશે, તો તે તમારા એમેઝોન પે વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરશે.


ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ તમે Amazon Pay બેલેન્સ ચેક કરી શકો છો કે પૈસા તમારા એકાઉન્ટમાં સફળતાપૂર્વક જમા થયા છે કે નહીં.


હાલમાં RBIએ લોકોને 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ પછી સ્થિતિને જોતા આરબીઆઈ આ સમય મર્યાદાને વધુ વધારી શકે છે. જોકે એ વાતની ખાસ નોંધ લો કે, જરૂરી નથી કે તારીખ આગળ ધપાવવામાં આવશે જ. આરબીઆઈ આ માટે પહેલા પરિસ્થિતિનું આંકલન કરશે અને ત્યાર બાદ જ આ દિશામાં કોઈ નિર્ણય લેશે. 


રૂ.2000ની નોટને પર ખેલેલો દાવ મોદી સરકારને કરી દેશે માલામાલ!!!


2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો રિઝર્વ બેંકનો નિર્ણય વપરાશને પ્રોત્સાહન આપીને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દરને 6.5 ટકાથી આગળ લઈ જવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એટલે કે આ નિર્ણય ઈકોનોમી બુસ્ટનું કામ કરી શકે છે. આ મૂલ્યાંકન સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું હતું. 


દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.1 ટકા રહેશે. જેથી આરબીઆઈનો સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 6.5 ટકા વૃદ્ધિનો અંદાજ પણ પાછળ છૂટી શકે છે.