Mobile Data Charges: એકવાર ફરીથી ભારત Mobile Data ચાર્જના મામલામાં દુનિયાભરમાં ત્રીજા નંબરનો દેશ બની ગયો છે. તાજેતરમાં જ સામે આવેલા એક સ્ટડી અનુસાર, દેશમાં 1GB મોબાઇલ ડેટાનો ચાર્જ સેન્ટ હેલેનાનની સરખામણીમાં 241 ગણો ઓછો છે, આ સ્ટડીમાં દુનિયાભરના અલગ અલગ દેશોમાં 1GB ડેટાની કિંમતોની તુલના કરવામાં આવી. આ સ્ટડીમાં યૂકે બેઝ્ડ cable.co.uk એ 233 દેશોના 5,292 મોબાઇલ ડેટા પ્લાનની સરખામણી કરી, જેમાં ભારત ત્રીજુ સૌથી સસ્તુ મોબાઇલ ડેટા ઉપલબ્ધ કરાવનારો દેશ છે. 


સ્ટડી અનુસાર, ભારતમાં પ્રતિ GB મોબાઇલ ડેટાની કિંમત 0.17 ડૉલર (લગભગ 14 રૂપિયા) છે. ભારતમાં યૂઝર્સને 4G અને 5G સર્વિસ ઉપલબ્ધ કરાવનારા ત્રણ મુખ્ય મોબાઇલ ઓપરેટર્સ છે. cable.co.uk તરફથી કરવામાં આવેલા સ્ટડી અનુસાર દુનિયાભરમાં દેશોમાં પ્રતિ GB મોબાઇલ ડેટાની કિંમતો ખુબ અંતર જોવા મળી શકે છે. તમને જાણીને હેરાની થશે કે સેન્ટ હેલેના નામના આઇલેન્ડ દેશમાં 1GB ડેટાની કિંમત 41 ડૉલર (લગભગ 3,376 રૂપિયા) છે. 


આ બે દેશોમાં ભારતથી સસ્તો છે ડેટા -
રિપોર્ટ અનુસાર, ઇટાલી અને ઇઝરાયેલ દેશોમાં ભારતની સરખામણીમાં મોબાઇલ ડેટા સસ્તો છે. જ્યાં ઇટાલીમાં પ્રતિ GB મોબાઇલ ડેટાની કિંમત 0.12 ડૉલર એટલે કે 10 રૂપિયા છે, વળી, ઇઝરાયેલમાં આ કિંમત 0.04 ડૉલર એટલ કે લગભગ 3.30 રૂપિયા છે. 


બાકી દેશોની સ્થિતિ - 
ભારત ઉપરાંત ફ્રાન્સ, નાઇઝેરિયા, બ્રાઝિલ, ચીન, સ્પેન અને યૂકેમાં પ્રતિ GB મોબાઇલ ડેટાની કિંમત 1 ડૉલર (78 રૂપિયા) થી ઓછી છે. ફ્રાન્સમાં પ્રતિ GB મોબાઇલ ડેટાની કિંમત 0.23 ડૉલર (લગભગ 19 રૂપિયા) છે. ચીનમાં પ્રતિ GB મોબાઇલ ડેટા માટે 0.41 ડૉલર એટલે કે લગભગ 34 રૂપિયા, સ્પેનમાં 0.60 ડૉલર એટલે કે લગભગ 50 રૂપિયા, નાઇઝિરિયામાં 0.70 ડૉલર એટલે કે લગભગ 58 રૂપિયા, બ્રાઝિલમાં 0.74 ડૉલર એટલે કે લગભગ 61 રૂપિયા અને યૂકેમાં 0.79 ડૉલર એટલે કે લગભગ 65 રૂપિયાની કિંમત ચૂકવવાની થાય છે. 


આ દેશોમાં મોંઘો છે ડેટા - 
વાત જો 1 ડૉલર પ્રતિ GB મોબાઇલ ડેટાથી વધુ વાળા દેશોની કરીએ તો જર્મનીમાં આની કિંમત 2.67 ડૉલર એટલે કે લગભગ 220 રૂપિયા, જાપાનમાં લગભગ 318 રૂપિયા, અમેરિકામાં લગભગ 464 રૂપિયા, સ્વિત્ઝર્લેન્ડમાં લગભગ 608 રૂપિયા અને દક્ષિણ કોરિયામાં 12.55 ડૉલર એટલે કે લગભગ 1036 રૂપિયા છે. 


રિપોર્ટ અનુસાર, મોંઘો મોબાઇલ ડેટા આપનારા ટૉપ 5 દેશોમાં બે દેશ તો Sub-Saharan Africa રીઝના છે, અને આ પાંચમાંથી ચાર દેશ આઇલેન્ડ દેશ છે.