નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Jio Data), એરટેલ (Airtel Data) અને વૉડાફોન (VI Data) દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓમાં પોતાના યૂઝર્સને નવા અને સસ્તાં પ્લાનની સાથે સર્વિસ આપવાની રેસમાં સૌથી આગળ રહે છે. આ ત્રણેય કંપનીઓ પોતાના યૂઝર્સની જરૂરિયાત પ્રમાણે પ્લાન લઇને આવે છે. જો તમે 100 રૂપિયાતી ઓછી કિંમતમાં કોઇ પ્લાન લેવા ઇચ્છો છો તો આજે અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો દરેકના પ્લાન વિશે......


Jioના 100 રૂપિયાથી ઓછા રિચાર્જ વાળા પ્લાન....
રિલાયન્સ જિઓ (Jio Data) 100 કે તેનાથી ઓછાના કેટલાય પ્લાન આપી રહ્યું છે. આના 101 રૂપિયા 4જી ડેટા પેકમાં (Data Pack) યૂઝર્સને કુલ 12 જીબી ડેટા અને નૉન જિયો નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ મળે છે. આમાં ઓછી કિંમત પર વધુ ડેટા અને અનલિમીટેડ કૉલનો બેનિફિટ મળે છે. વળી જિઓના 51 રૂપિયા વાળા પ્લાનમાં 6જીબી જેટા અને જિઓથી અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 500 મિનીટ આપવામાં આવી રહી છે. વળી આના 21 રૂપિયા વાળા પ્લાનમાં બે જીબી ડેટા અને જિયોથી નૉન જિઓ નેટવર્ક પર કૉલિંગ માટે 200 મિનીટ મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી તમારા હાલના પ્લાન સુધી રહેશે. વળી જિઓના 10 રૂપિયાના રિચાર્જમાં એક જીબી ડેટા મળે છે. સાથે જ 21 રૂપિયા વાળા પ્લાનમાં બે જીબી ડેટા મળે છે. આ ઉપરાંત જિઓના 51 રૂપિયા વાળા પ્લાનમાં છ જીબી ડેટા મળી રહ્યો છે.


Airtelના 100 રૂપિયાથી ઓછા રિચાર્જ વાળા પ્લાન....
એરટેલની પાસે અત્યારે 100 રૂપિયાથી ઓછી કિંમત વાળા ચાર પ્લાન છે, આમાં 79 રૂપિયાના પ્લાનમાં 200 એમબી ડેટા અને 64 રૂપિયાનુ ટૉકટાઇમ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન 28 દિવસ માટે વેલિડ રહેશે. આ ઉપરાંત 49 રૂપિયામાં 28 દિવસ માટે 100 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં યૂઝર્સને 38.52 રૂપિયાનો ટૉકટાઇમ પણ મળી રહ્યો છે. જો તમને ફક્ત મોબાઇલ ડેટા જોઇએ તો તમે 19 રૂપિયાનો પ્લાન સિલેક્ટ કરી શકો છો. આમાં બે દિવસ માટે 200એમબી ડેટા મળશે. 


Viના 100 રૂપિયાથી ઓછા રિચાર્જ વાળા પ્લાન..... 
વૉડાફોન-આઇડિયાની પાસે 100 રૂપિયાથી ઓછી કિંમતના કેટલાય પ્લાન છે. વૉડાફોનમાં કૉલિંગ અને ડેટા બેનિફિટ માટે 49 રૂપિયા અને 79 રૂપિયા વાળા પ્લાન અવેલેબલ છે. આના 49 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝર્સને 28 દિવસ માટે 300 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ 38 રૂપિયાનો ટૉકટાઇમ પણ મળી રહ્યો છે. કૉલિંગ માટે તમારી પાસે પ્રતિ સેકન્ડ 2.5 પૈસા વસૂલી શકશે. વળી વીઆઇના 79 રૂપિયા વાળા પ્લાનમાં 64 દિવસ માટે 400 એમબી ડેટા અને 64 રૂપિયાનો ટૉકટાઇમ આપવામાં આવી રહ્યો છે. જો મોબાઇલ કે વેબ એપથી રિચાર્જ કરવામાં આવે તો યૂઝર્સને એક્સ્ટ્રા 200 એમબી ડેટા પણ આપવામાં આવશે. વળી વીઆઇના 99 રૂપિયા વાળા પ્લાનમાં 18 દિવસ માટે એક જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.