Amazon Offer On OnePlus 9 Pro 5G: આઇફોન અને સેમસંગ બાદ જો કોઇ બ્રાન્ડના ફોનના કેમેરાની પ્રસંશા થાય તો તે છે OnePlus, વનપ્લસનો કેમેરો ભારતીય યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે, એટલુ જ નહીં ફોનમાં અન્ય કેટલાય લેટેસ્ટ ફિચર્સ હોવાથી પહેલી પસંદ બની રહ્યો છે. જો તમે વનપ્લસનો ફોન ખરીદવા માંગતા હોય તો હાલમાં અમેઝોન પર એક ખાસ ઓફર ચાલી રહી છે. અમેઝોન પર OnePlus 9 Pro 5G પર એક્સક્લૂસિવ ડીલ મળી રહી છે. જેમાં તમામ ઓફર મળીને 65 હજારરનો આ ફોન માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જાણો ડીલ, પ્રાઇસ અને ફિચર્સ વિશે...........  


OnePlus 9 Pro 5G (Morning Mist, 8GB RAM, 128GB Storage)
વનપ્લસની 9 સીરીઝના મોંઘા ફોનમાં OnePlus 9 Pro 5G પણ સામેલ છે. જેની કિંમત 64,999 છે, પરંતુ ઓફરમાં ફોન પર ઇન્સ્ટન્ટ 5 હજારની ડિસ્કાઉન્ટ કૂપન મળી રહી છે. જો બેન્ક ઓફર્સની વાત કરીએ તો આ ફોન પર 10 બેન્કના કાર્ડમાંથી ઇન્સ્ટન્ટ કેશબેક અને એડિશનલ ડિસ્કાઉન્ટ છે. આમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ ICICI બેન્ક અને Kotak Bankના કાર્ડથી પેમેન્ટ કરવા પર છે. આ બન્ને બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 હજારનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત Axis Miles & Moreના ક્રેડિટ કાર્ડથી હજાર રૂપિયાનુ ઓફ છે. HSBC Card પર 5%નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે. આ બધી ઓફર બાદ ફોન પર No Cost EMI નો ઓપ્શન પણ છે. આ ફોન પર 19,900 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ બૉનસ છે. 


OnePlus 9 Pro 5G ના ફિચર્સ
આ વનપ્લસના મોંઘા ફોનમાં સામેલ છે, અને આના ફિચર્સ સેમસંગ અને આઇફોનને ટક્કર આપે છે. 


આ ફોનમાં સિલ્વર ગ્રીન અને બ્લેક કલર ઓપ્શન મળી રહ્યો છે. 
કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં Hasselblad તરફથી ડેવેલેપ્ડ ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં 48 MPનો મેઇન કેમેરો, 50 MP અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા છે. આમાં 1/1.56'' સાઇઝના સેન્સર આપ્યા છે. સાથે જ 8 MP Telepoto લેન્સ આપવામાં આવ્યા છે. 2 MP Monochorme કેમેરા અને 16 MPનો સેલ્ફી કેમેરો છે. 
આ ફોનમાં Adreno 660 GPUની સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર છે.  
Fluid AMOLED ડિસ્પ્લેની સાથે ફોનની સ્ક્રીન સાઇઝ 6.7 ઇંચ છે અને આમાં લેટેસ્ટ LTPO ટેકનોલૉજી છે. 
ફોનમાં એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ છે અને 65 વૉટ શાર્ટ ચાર્જિંગની સાથે 4500 mAhની બેટરી આપવામાં આવી છે, સાથે જ 50Wનુ વાયરલેસ ચાર્જિંગ કેપેબિલિટી પણ છે.
આ ફોનમાં 8GB RAM છે, અને 128GB Storage છે. સાથે જ આની સ્પેશ્યલ ફિચર બિલ્ટ ઇન એલેક્સ પણ છે.