Digital Scam: હેકર્સ આજે એટલા એક્ટિવ અને એડવાન્સ થઈ ગયા છે કે તેઓ લોકોને મૂર્ખ બનાવવા માટે એવી રીત અપનાવી રહ્યા છે, જેના પર લોકોનો તરત જ વિશ્વાસ થઈ જાય છે. સમય સાથે સ્કેમર્સ જૂની રીતો છોડીને નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, એક યુઝરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કંપનીના CEO હોવાનો ઢોંગ કરતા સ્કેમરે વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનું વિચાર્યું હતું. જાણો પછી શું થયું.
CEO કહીને ગિફ્ટ માટે પૈસા માંગ્યા
શિખર સક્સેના નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે તેને અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો અને તે વ્યક્તિએ પોતાને મીશોના સીઈઓ ગણાવ્યા. આ નંબરની પ્રોફાઈલ પિક્ચર મીશોના જ સીઈઓનું હતું. ખરેખર, શિખર સક્સેના પણ મીશોનો કર્મચારી છે અને તેનો ફાયદો ઉઠાવીને કૌભાંડી તેની પાસેથી પૈસા લૂંટવાનું વિચારી રહ્યો હતો. સ્કેમરે શિખર સક્સેનાને કહ્યું કે તે મીશોનો સીઈઓ છે અને ક્લાયન્ટ સાથે મીટિંગમાં વ્યસ્ત હતો. શું તમે મારી પત્ની પર ક્લાયન્ટ માટે ગિફ્ટ બુક કરી શકો છો? શિખરે આ મેસેજ જોયો કે તરત જ તે સમજી ગયો કે આ એક પ્રકારનો સ્કેમ મેસેજ છે. તેણે તરત જ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને સ્કેમરને જવાબ આપવાનું બંધ કરી દીધું.
આ કોઈ પહેલો કિસ્સો નથી કે જેમાં કોઈ સ્કેમરે પોતાને કોઈ કંપનીના સીઈઓ તરીકે ગણાવ્યા હોય. અગાઉ પણ એક સ્કેમરે સ્નેપડીલના સીઈઓ તરીકે ઓળખાણ આપીને એક વ્યક્તિ પાસેથી પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સ્નેપડીલના સીઈઓએ પોતે ટ્વિટર પર શેર કરી છે.
આ ભૂલ ન કરો
તમારી જાતને ઑનલાઇન સુરક્ષિત રાખવા માટે તમારી અંગત વિગતો અથવા ચુકવણી સંબંધિત માહિતી ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. કોઈપણ સંજોગોમાં તમારો એકાઉન્ટ નંબર, OTP, મોબાઈલ નંબર વગેરે કોઈની સાથે શેર કરશો નહીં.
iPhone Security : iPhoneની સિક્યોરીટીમાં પણ ઘુષણખોરી કરી શકે છે હેકર્સ? આ રહ્યો પુરાવો
Apple iPhone: Apple તેના યુઝર્સને સૌથી સુરક્ષિત ડિવાઈસ પુરી પાડકાવચન આપે છે. આ માટે ફોનમાં ઘણા સુરક્ષા ફીચર્સ છે, જેનો પાસકોડ પણ સામેલ છે. પરંતુ શું તમને એ ખબર છે કે, આઇફોન પર જે પાસકોડ સેટ કરવામાં આવે છે તે ચોરો યુઝર્સના બેંક ઓળખપત્રની ચોરી કરવામાં અને તમામ નાણાં લૂંટવામાં મદદરૂપ થઈ શકે છે? જોકે અમે આવો દાવો નથી કરી રહ્યા પરંતુ વિદેશમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે.
Digital Fraud: કંપનીઓમાં કામ કરનારા સાવધાન, કૌભાંડીઓ આ ટેક્નિકથી બનાવે છે ઉલ્લુ
gujarati.abplive.com
Updated at:
09 Apr 2023 06:34 PM (IST)
હેકર્સ આજે એટલા એક્ટિવ અને એડવાન્સ થઈ ગયા છે કે તેઓ લોકોને મૂર્ખ બનાવવા માટે એવી રીત અપનાવી રહ્યા છે, જેના પર લોકોનો તરત જ વિશ્વાસ થઈ જાય છે.
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
Published at:
09 Apr 2023 06:34 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -