Continues below advertisement

Instagram હવે ફક્ત તસવીરો અને રીલ્સ શેર કરવાનું પ્લેટફોર્મ નથી. તે લાખો રૂપિયા કમાવવા અને ઓળખ મેળવવાની તક પણ આપે છે. જો તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા પૈસા કમાવવા માંગો છો તો અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ. આ ટિપ્સ તમને તમારા ફોલોઅર્સ વધારવામાં મદદ કરશે. જેમ જેમ તમારા ફોલોઅર્સ વધે છે તેમ તેમ તમારી આવક વધારવાની તકો પણ વધશે.

યોગ્ય સમયે પોસ્ટ કરો

Continues below advertisement

ઇન્સ્ટાગ્રામ પર તમામ ખેલ રિચનો છે. તેથી, જ્યારે તમારા પ્રેક્ષકો સૌથી વધુ એક્ટિવ હોય ત્યારે પોસ્ટ્સ અપલોડ કરવી શ્રેષ્ઠ છે. આ તમારા કન્ટેન્ટને વધુ વિઝિબિલિટી અને એંગેજમેન્ટ આપે છે. આ ફક્ત તમારા ફોલોઅર્સ વધારશે નહીં પરંતુ તમારા કન્ટેન્ટ રિચમાં વધારો થવાને કારણે તમને વધુ સારી આવક મેળવવામાં પણ મદદ કરશે.

ઇન્ફ્લુએન્સર્સ સાથે જોડાઓ

તમારા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધારવા માટે તમે અન્ય ઇન્ફ્લુએન્સર્સ સાથે ભાગીદારી કરી શકો છો. તેમની સાથે કોલેબ કરો અને રીલ્સ અને પોસ્ટ્સ શેર કરો. આ તમારી પોસ્ટ્સને નવા અને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે. આ નવા ફોલોઅર્સ મેળવવાની શક્યતા વધારે છે.

નિયમિત પોસ્ટ કરો

સોશિયલ મીડિયા પર રિચ અને આવક વધારવા માટે નિયમિત પોસ્ટિંગ આવશ્યક છે. ફક્ત ક્યારેક ક્યારેક પોસ્ટ કરવાથી તમારા ફોલોઅર્સ કે તમારી વિઝિબિલિટી વધશે નહીં. તેથી, નિયમિતપણે પોસ્ટ કરતા રહો.

ક્વોન્ટિટી પર નહીં ક્વોલિટી પર ધ્યાન આપો

જો તમે Instagram પર ફોલોઅર્સ મેળવવા અને પૈસા કમાવવા માંગતા હોય તો તમારા કન્ટેન્ટની ક્વોલિટી ટોપ ક્લાસ હોવી જોઈએ. લોકો વધુને વધુ અધિકૃત અને મૌલિક સામગ્રી શોધી રહ્યા છે. ટોપ ક્લાસ ક્વોલિટી કન્ટેન્ટ બનાવનારા લોકોને સૌથી વધુ ફાયદો થશે. તેથી, જો તમે ઓછી પોસ્ટ કરો છો તો પણ ક્વોલિટી સાથે સમાધાન કરશો નહીં.

ટૂંકા વિડિઓઝ કમાલ કરે છે

ગયા વર્ષે એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે લોકો એવા ક્રિએટર્સ અને બ્રાન્ડ્સને પસંદ કરે છે જે 15 સેકન્ડથી ઓછા વિડિઓઝ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી, લાંબા વિડિઓઝ કરતાં રીલ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. રીલ્સ દ્રારા તમે ટ્યુટોરિયલ્સ, પ્રોડક્ટ હાઇલાઇટ્સ અને બિહાઈન્ડ ધ સીન જેવી ક્લિપ્સ શેર કરી શકો છે, જે તમારા ફોલોઅર્સ વધારવાની શક્યતા વધારે છે.