Smart Tricks for WhatsApp: યૂઝર્સની સૌથી વધુ મનપસંદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ વધુને વધુ યૂઝર ફ્રેન્ડલી બની રહી છે, કંપની એક પછી એક સારા સારા ફિચર્સ અપડેટ કરી રહી છે. આ જ કારણ છે કે વૉટ્સએપને લોકો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ ઘણીવાર વૉટ્સએપ પર મેસેજ ડિલીટ થઇ જાય અને કામનો હોય તો પરેશાન થઇ જવાય છે, જો તમે આવા ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચવા માંગતા હોય તો અહીંથી આસાનીથી વાંચી શકો છે, આ માટે તમારે અહીં બતાવેલી એક ખાસ ટ્રિક્સને ફોલો કરવી પડશે. જાણો આ ટ્રિક્સ વિશે.....


આ રીતે વાંચી શકો છો વૉટ્સએપ પર ડિલીટ થઇ ગયેલા મેસેજ - 


Android સ્માર્ટફોન યૂઝર્સ માટે ટિપ્સ - 
એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સને વૉટ્સએપમાથી ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચવા માટે, સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટૉર પર જઇને ત્યાંથી Notisave એપને ડાઉનલૉડ કરીને ઇન્સ્ટૉલ કરવી પડશે, હવે એપને ઓપન કરો અને તેમાં આપેલા વિઝિબલ નૉટિફિકેશનને allow કરીને પરમીશન આપી દો, આમાં જ્યારે પણ કોઇ યૂઝર તમને મેસેજ મોકલ્યા બાદ તેને ડિલીટ કરી દેશો, તો આ એપમાં તે નૉટિફિકેશન ઓટોમેટિક સેવ થઇ જશે, ત્યારબાદ તમે વૉટ્સએપમાંથી ડિલીટ થઇ ગયેલા મેસેજને પણ આસાનીથી વાંચી શકશો. 


iPhone યૂઝર્સ માટે ટ્રિક - 
એન્ડ્રોઇડ અને એપલ બન્નેના પ્લેટફોર્મ એક્સેસમાં ખુબ અંતર છે, એપલ એવી કોઇપણ એપને એક્સેસ નથી આપતી, જેનાથી તમે વૉટ્સએપ પર ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો. પરંતુ એક ટ્રિક છે, જેનાથી તમે એપલ આઇફોન પર પણ ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો છો. આ માટે તમે સૌથી પહેલા ફોનમાં ઇન્સ્ટૉલ વૉટ્સએપને પોતાના ફોનમાંથી ડિલીટ કરી દો. 


હવે વૉટ્સએપને ફરીથી પોતાના ફોનમાં ઇન્સ્ટૉલ કરીને ઓપન કરશો, તો રિસ્ટૉર ચેટનું ઓપ્શન દેખાશે. આને સિલે્ટ કરી દો, આ પછી તમારા વૉટ્સએપની પુરેપુરી ચેટ રિક્વર થઇ જશે. પછી તમે તે મેસેજને પણ જોઇ શકશો. જેને મોકલવા વાળાએ ડિલીટ કરી દીધી હતી. આ ટ્રિકથી આઇફોન યૂઝર્સ પોતાના વૉટ્સએપ પર ડિલીટ થઇ ચૂકેલા મેસેજોને પણ વાંચી શકે છે.