Elon Musk: આઠ મહિના પહેલા ટ્વીટરની કમાન સંભાળ્યા બાદ એલન મસ્ક (Elon Musk) ચર્ચામાં છે. એલન મસ્કે પોતાના ટ્વીટ દ્વારા લોકોને ચોંકાવતા રહ્યાં છે. હવે તેમને આવુ જ કંઇક એક ટ્વીટ કર્યુ છે, જેને તમામ લોકોને વિચારમાં મુકી દીધા છે. મસ્કે 19 ડિસેમ્બર ટ્વીટર પરથી યુઝર્સને પૂછ્યુ કે શું તેમને સોશ્યલ મીડિયા સાઇટના પ્રમુખ પદ છોડી દેવુ  જોઇએ ? 


એલન મસ્કે પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી પૉલ (Twitter Head Elon Musk) નાંખતા એ સવાલ કર્યો કે તે લોકોના ફેંસલાનુ પાલન કરશે, અને મોટાભાગના લોકો જે બોલશે તે કરશે, મસ્કે તે જ કરશે. ઉલ્લખેનીય છે કે, આવુ જ તેને ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર હેન્ડલને ચાલુ કરવા માટે પણ પૉલ કરીને કર્યુ હતુ. લોકોના ફેંસલા બાદ ટ્રમ્પનુ ટ્વીટર એકાઉન્ટ ફરીથી ચાલુ કરી દીધુ હતુ.  


પત્રકારોના ટ્વીટર એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ - 
તાજેતરમાં જ એલન મસ્કે વૉશિંગટન પૉસ્ટના પત્રકાર સહિત કેટલાય પત્રકારોના ટ્વીટર હેન્ડલ પણ સસ્પેન્ડ કરી દીધા હતા, આરોપ હતો કે આ લોકોએ તેમના લાઇવ લૉકેશનને સાર્વજનિક કરીને પરિવાર અને તેમના જીવને ખતરામાં નાંખી દીધા છે. આ પગલાથી મસ્કની ખુબ નિંદા થઇ હતી, આ પછી યૂરોપીય સંગે પણ મસ્કને ચેતાવણી આપી હતી કે, ટ્વીટર ભવિષ્યના મીડિયા કાયદા અંતર્ગત પ્રતિબંધના આધીન થઇ શકે છે.  


શું આવ્યુ રિઝલ્ટ - 
લગભગ અડદા કલાકમાં થયેલા મતદાનમાં 6,192,394 મત મળ્યા, 57.6 ટકાથી વધુ યૂઝર્સે 'હા'માં જવાબ આપ્યો અને 42.4 ટકાએ 'ના' પર ક્લિક કર્યુ. 










--


Twitter Verified Accounts Features: ઇલોન મસ્કે ટ્વિટરનો અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ શરૂ કર્યો, હવે 3 રંગોમાં ટિક મળશે


આ ત્રણ રંગો અને તેમની શ્રેણીઓ છે


કંપનીના આ ફીચરને લોન્ચ કરતા ટ્વિટરના નવા સીઈઓ ઇલોન મસ્કે કહ્યું કે હવે વેરિફાઈડ એકાઉન્ટને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને તેનો રંગ પણ તે મુજબ નક્કી કરવામાં આવ્યો છે. ગોલ્ડ કલરની વેરિફાઈડ ટિક કંપનીઓ માટે હશે. બીજી તરફ, સરકારી સંસ્થાઓ અથવા સરકાર સાથે સંબંધિત ખાતાઓ માટે ગ્રે કલરની ટિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે જ સમયે, વ્યક્તિગત માટે વાદળી રંગની ટિક ઉપલબ્ધ રહેશે. જો કે, મસ્કે સ્પષ્ટ કર્યું હતું કે વેરિફાઈડ એકાઉન્ટ મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે. જો આ પ્રક્રિયામાં કોઈ ઉણપ હશે, તો એકાઉન્ટ વેરિફાઈ કરવામાં નહીં આવે. એટલું જ નહીં, નોંધનીય અને ઑફિશિયલ જેવા અલગ-અલગ ટૅગ્સ મર્યાદિત છે, તેથી તે દરેકને આપવામાં આવશે નહીં.