Youtube Rule: સોશ્યલ મીડિયા વીડિયો પ્લેટફોર્મ યુટ્યૂબ હવે નવા અપડેટ લાવવાની તૈયારીમાં છે. યુટ્યૂબ એ ઑનલાઇન જુગાર કન્ટેન્ટ સામે નિયમો કડક બનાવ્યા છે. કંપનીના નવા નિયમો 19 માર્ચથી લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી, અન સર્ટીફાઇડ ગૈબલિગ એપ્સ અને વેબસાઇટ્સને પ્રમોટ કરનારા તે ક્રિએટર્સના એકાઉન્ટ્સ અવરોધિત કરવામાં આવશે. આ સાથે, એવા ક્રિએટર્સ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેઓ તેમની સામગ્રીમાં ગૈબલિંગ સર્વિસ અથવા એપ્સનો લોગો દર્શાવે છે, જેને Google દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ નિયમો આવતીકાલથી અમલમાં આવશે.
જેના કારણે આ પગલું ભરવામાં આવી રહ્યું છેઆ નિર્ણય પાછળનું કારણ જણાવતાં કંપનીએ કહ્યું કે, તેનાથી કેસિનો ગેમ્સ અને એપ્સ સહિત જુગારની સામગ્રીના ક્રિએટર્સે અસર થશે, પરંતુ યુવા પ્રેક્ષકોની સુરક્ષા માટે આવું કરવું જરૂરી બન્યું છે. તેમ છતાં, યુટ્યુબ પર જુગારની સાઇટ્સ અને એપ્લિકેશન્સ પર દર્શકોને રીડાયરેક્ટ કરવું એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે, પરંતુ નવા નિયમો આવ્યા પછી, જો કોઈ સર્જક આવી કોઈપણ સાઇટ અથવા એપ્લિકેશનમાંથી ગેરંટી વળતરનો દાવો કરે છે, તો તેની સામગ્રી પણ કાઢી નાખવામાં આવશે.
વીડિયો પર વય મર્યાદા લાદવામાં આવશેનિયમોને કડક બનાવતા, યુટ્યુબે ઓનલાઈન કેસિનો અથવા એપ્સનો પ્રચાર કરતી સામગ્રી પર વય પ્રતિબંધ લાદવાનો પણ નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, હવે આવી સામગ્રી એવા યુઝર્સને બતાવવામાં આવશે નહીં જેઓ સાઇન આઉટ થયા છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
YouTubeએ ભારતમાં તેના પ્લેટફોર્મ પરથી 29 લાખ વીડિયો ડિલીટ કર્યા છેનિયમોનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે YouTube કડક કાર્યવાહી કરી રહ્યું છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે યુટ્યુબના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા 29 લાખ વીડિયો ડિલીટ કરવામાં આવ્યા હતા. દુનિયાના કોઈપણ દેશમાં ડિલીટ થયેલા વીડિયોની આ સૌથી મોટી સંખ્યા છે.