Top Five: ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા દિવસે દિવસે ખુબ વધી રહી છે, અને સ્માર્ટફોન મેકર્સનું સેલિંગ પણ ખુબ વધી રહ્યુ છે, જો તમે સેલના હિસાબે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અહીં ઇ-કોમર્સ વેબસાઇટ પર અનેક પ્રકારના ફોન્સ અવેલેબલ છે, આમાંથી અમે તમને સસ્તાં અને સારા પાંચ ફોન્સ વિશે માહિતી આપી રહ્યા છીએ, જે ભારતમાં સૌથી વધુ વેચાઇ રહ્યાં છે, જુઓ પાંચ એવા સ્માર્ટફોન જેની કિંમત 15 હજારથી ઓછી છે, અને ફિચર્સમાં બેસ્ટ છે........  


Realme Narzo 50 : - 
આ ફોન અમેઝૉન પર 12,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Realme Narzo 50માં 50 મેગાપિક્સલનો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, આ મીડિયાટેક હીલિયો G96 પ્રૉસેસર અને 4GB RAMને સપોર્ટ સાથેનો છે. 


Oppo A31: -
ઓપ્પોનો આ ફોન અમેઝૉન પર 12,490 રૂપિયામાં ઉપલબ્ધ છે, આ ફોનમાં તમને હાઇટેક ફિચર્સ મળી રહ્યા છે. આ ફોનમાં 6.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, આ ઉપરાંત આમાં Android Pie v9.0  પર બેઝ ColorOS 6.1 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે,  


Redmi Note 10S : - 
રેડમીનો આ નૉટ 10એસ સ્માર્ટફોન અમેઝૉન પર તમને માત્ર 12,999માં મળી રહ્યો છે. આ ફોનમાં 6.43 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે અને MediaTek Helio G95 SoC આપવામાં આવ્યુ છે.


iQOO Z6 Lite 5G : - 
આ ફોનના 4GB RAM અને 64GB સ્ટૉરેજ મૉડલની કિંમત 15,999 રૂપિયા છે, પરંતુ અમેઝૉન પર આ ફોન 12,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં કંપની હાઇટેક ફિચર્સ પ્રૉવાઇડ કરી રહી છે. 


Samsung Galaxy M13 5G : - 
અમેઝૉન પર આ ફોનનું 4GB રેમ અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટ માત્ર 11,999 રૂપિયામાં મળી રહ્યુ છે. આ ફોનમાં કંપની કેમેરાથી લઇને બેટરી સુધીના સ્ટાન્ડર્ડ ફિચર્સ પ્રૉવાઇડ કરી રહી છે.


 


Smartphone : માત્ર રૂ, 48,999માં લોંચ થયો નોકિયાનો આ 5G ફોન, જાણો ખાસિયતો


Nokia X30 5G : આજે HMD ગ્લોબલે ભારતમાં એક નવો એક્સ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Nokia X30 5G છે. કંપનીએ આ ફોન ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કર્યો હતો. હવે લગભગ પાંચ મહિના પછી કંપનીએ આ ડિવાઈસને ભારતમાં લોંચ કર્યું છે. ફોનની ખાસિયત એ છે કે તેને Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર સાથે લોંચ કરવામાં આવ્યો છે. આ ફોન બજારમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે તે OnePlus 10T અને iQoo 9T સાથે સ્પર્ધા ધરાવે છે.


Nokia X30 5G કિંમત અને ઉપલબ્ધતા


Nokia X30 5G ભારતમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે આજે જ લોન્ચ કરવામાં આવ્યો છે અને ફોન આજથી જ પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. ફોનને ક્લાઉડી બ્લુ અને આઇસ વ્હાઇટ કલર વેરિઅન્ટમાં લોંચ કરવામાં આવ્યો છે. ફોનની કિંમત 48,999 રૂપિયા છે. ફોન પર પ્રી-લોન્ચ ઓફર પણ ઉપલબ્ધ છે. HMD ગ્લોબલ ફોન પર રૂ. 6,500 ની કિંમતના લાભો ઓફર કરી રહી છે, જેમાં ડિવાઇસ પ્રી-બુક કરનારા ગ્રાહકો માટે સ્માર્ટફોન પર રૂ. 1,000ની છૂટ અને રૂ. 2,799માં નોકિયા કમ્ફર્ટ ઇયરબડ્સ અને રૂ. 2,999માં 33W ચાર્જરનો સમાવેશ થાય છે. ડિવાઇસનું શિપિંગ 21 ફેબ્રુઆરીથી શરૂ થશે. 


Nokia X30 5G ફોન 20 ફેબ્રુઆરીથી Amazon અને Nokia.com પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. લોન્ચ ઓફરના ભાગ રૂપે કંપની એમેઝોન પર તમામ ગ્રાહકોને 33W નોકિયા ફાસ્ટ વોલ ચાર્જર મફતમાં આપશે. આ સિવાય કંપની કોઈપણ સ્માર્ટફોનના એક્સચેન્જ પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.









ડિસ્પ્લે: 1080 x 2400 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.43-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે, 20:9 પાસા રેશિયો


રીફ્રેશ રેટ: 90Hzનો સ્ક્રીન રીફ્રેશ રેટ


બ્રાઈટનેશ: 700 nits ટોચની બ્રાઈટનેશ


પ્રોસેસર: ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસર


રેમ અને સ્ટોરેજ: 8GB RAM અને 256GB સ્ટોરેજ


ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઇડ 12 મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ આઉટ ઓફ ધ બોક્સ


કનેક્ટિવિટી: બ્લૂટૂથ v5.1, eSIM, USB Type-C (USB 2.0), અને ડ્યુઅલ-બેન્ડ WiFi


ચાર્જિંગ: 33W ચાર્જર


બેટરી: 4,200mAh બેટરી