Vivo T3 Ultra: સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo ટૂંક સમયમાં જ એક નવો સ્માર્ટફોન માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. કંપની તેના ફ્લેગશિપ સેગમેન્ટમાં Vivo T3 Ultra લૉન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં ઘણા ફિચર્સ જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે કંપની આ સ્માર્ટફોનને ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ સાથે લૉન્ચ કરી શકે છે. લૉન્ચ પહેલા આ સ્માર્ટફોન BIS સર્ટિફિકેશન પર જોવામાં આવ્યો છે. આ ફોનના કેમેરા, બેટરી અને ડિઝાઇન જેવી વિગતો અહીં જોઈ શકાય છે.


Vivo T3 Ultra Specifications 
કંપની Vivo T3 Ultra ને MediaTek Dimension 9200+ SOC પ્રૉસેસર સાથે માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. આ સિવાય આ ફોન Snapdragon 7th Gen 3 ચિપસેટથી સજ્જ હશે. એવું માનવામાં આવે છે કે આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરાની સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા પણ આપવામાં આવી શકે છે.


વળી, સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હાજર હોઈ શકે છે. જો કે કંપની દ્વારા તેના વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ વર્ષના અંત પહેલા તેને માર્કેટમાં લૉન્ચ કરી શકે છે.


તાજેતરમાં જ લૉન્ચ થયો Vivo T3 Pro 
Vivo એ તાજેતરમાં જ તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન Vivo T3 Pro 5G લૉન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને Snapdragon 7 Gen 3 પ્રૉસેસર સાથે લૉન્ચ કર્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ફનટચ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. એટલું જ નહીં, કંપનીએ આ ફોનને બે વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે. તેમાં 8GB + 128GB સ્ટોરેજ અને 8GB + 256GB સ્ટોરેજ છે.


પાવર માટે, ફોનમાં 5500mAh ની પાવરફુલ બેટરી છે જે 80 વોટ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા રાખવામાં આવી છે. 256GB સ્ટૉરેજવાળા વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે.


આ પણ વાંચો


Free Fire ગેમમાં આવી રહ્યાં છે આ ત્રણ મોટા અપડેટ, ગેમિંગના શોખીનો થઇ જશે ખુશ, જાણી લો...