નવી દિલ્હીઃ Apple iphone 13 ખરીદવાની ઇચ્છા રાખનારા લોકો માટે કંપની જબરદસ્ત ઓફર લઇને આવી છે. જો તમે પણ આઇફોન 13ને ઓછી કિંમતમાં ખરીદવા ઇચ્છતા હોય તો તમારી પાસે બેસ્ટ મોકો છે. કાલે એટલે કે 24 સપ્ટેમ્બરે iPhone 13ની પહેલી સેલ શરૂ થઇ જશે. આમાં આ સીરીઝના તમામ મૉડલ્સના તમામ વેરિએન્ટનુ વેચાણ થશે. વળી, તમે પણ આને પ્રી-ઓર્ડર કરી શકો છો. કંપની આ સીરીઝના સ્માર્ટફોનના પ્રી-ઓર્ડર પણ કરી શકો છો. કંપની આ સીરીઝના સ્માર્ટફોનના પ્રી-ઓર્ડર પર શાનદાર ઓફર આપી રહી છે. જાણો આ કમાલની ઓફર્સ વિશે....... 

Continues below advertisement


46 હજાર સુધીની મળશે છૂટ- 
ખરેખરમાં, જો તમે iPhone 13ને Appleની ઓફિશિયલ વેબસાઇટ પરથી કે એપલ સ્ટૉર પરથી પ્રી-ઓર્ડર કરો છો, તો કંપની Apple trade-in ઓફર અંતર્ગત 89,900 રૂપિયાની કિંમત વાળા iPhone પર 46 હજાર સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફરનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે Appleની ઓફિશિયલ વેબસાઇટ કે પછી એપલ સ્ટૉર પરથી iPhoneનો ઓર્ડર કરવો પડશે. વેબસાઇટ પર ફોનનુ બુકિંગ કરતી વખતે 'Apple trade-in'નો ઓપ્શન દેખાશે. આ ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ પોતાના જુના સ્માર્ટફોનની જગ્યાએ નવા મૉડલને ખરીદી શકો છો, સાથે ડિસ્કાઉન્ટ પણ હાંસલ કરી શકો છો.  


આ રીતે લઇ શકો છો ઓફરનો લાભ- 
iPhone 13ને ખરીદવા માટે તમે જેવા Apple trade-inના ઓપ્શન પર જશો તો તમારા યોગ્ય જવાબ આપવા પડશે. તમારા દ્વારા આપવામાં આવેલા જવાબોના આધાર પર Apple તમને એક અંદાજથી એક ટ્રેડ-ઇન-વેલ્યૂ બતાવશે અને ફોન ખરીદવાના સમય ઇન્સ્ટન્ટ ક્રેડિટ તરીકે તે વેલ્યૂને એપ્લાય કરી દેશે. આ પ્રૉગ્રામને પુરા થયા બાદ તમને ડિલીવરી ડેટ અને ટાઇમ બતાવી દેવામાં આવશે. ડિલીવરીના સમયે પર તમે તે જુનો સ્માર્ટફોન આપીને નવો હાંસલ કરી શકો છો.