iPhone 17 Series Launch: Apple તેની ચર્ચિત Awe Dropping ઈવેન્ટામાં 9 સપ્ટેમ્બરે  iPhone 17 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. એક તરફ લોકો નવા ફીચર્સવાળા ચાર મોડેલની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ વપરાશકર્તાઓનો એક મોટો વર્ગ પણ છે જે આ પ્રસંગે જૂના iPhone મોડેલની કિંમતમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે.

Continues below advertisement


કયા iPhone મોડેલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે ?


આ ઇવેન્ટ પછી, કંપની iPhone 16 Pro Max, iPhone 16 Pro, iPhone 15 અને iPhone 15 Plus બંધ કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં, iPhone 16 અને iPhone 16 Plus ની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. Appleનો ટ્રેક રેકોર્ડ પણ એ જ કહે છે.


ગયા વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 15 ની કિંમતમાં લગભગ 10,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને 2023 માં iPhone 14 ની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દિવાળી જેવા તહેવારોની સિઝનમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જૂના iPhone મોડેલ પર ભારે ડિસ્કાઉન્ટ મળવું સામાન્ય છે. આવી સ્થિતિમાં, iPhone 16 વધુ સસ્તો મળી શકે છે.


iPhone 17 સિરીઝમાં શું ખાસ હશે ?


આ વખતે Apple તેના બધા iPhone 17 મોડેલોમાં ProMotion 120Hz AMOLED ડિસ્પ્લે આપવાની યોજના બનાવી રહ્યું છે. પહેલા આ સુવિધા ફક્ત Pro મોડેલો સુધી મર્યાદિત હતી. હવે તેને સ્ટાન્ડર્ડ અને Air મોડેલોમાં પણ સામેલ કરવામાં આવશે, જે ફોનને પ્રીમિયમ લુક અને સ્મૂધ અનુભવ આપશે.


iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max માં 12GB RAM મળવાની અપેક્ષા છે, જ્યારે બેઝ વેરિઅન્ટમાં 8GB RAM આપી શકાય છે. Pro મોડેલો નવા A19 Pro ચિપસેટથી સજ્જ થઈ શકે છે, જ્યારે iPhone 17 અને 17 Air વર્ઝન સામાન્ય A19 ચિપસેટ પર ચાલશે.


ડિઝાઇનમાં પણ મોટો ફેરફાર થશે 


અહેવાલો અનુસાર, iPhone 17 Pro શ્રેણી અને iPhone 17 Air માં ડિઝાઇન સંપૂર્ણપણે સુધારી શકાય છે.  iPhone 17 ની ડિઝાઇન લગભગ ગયા વર્ષ જેવી જ રહેવાની શક્યતા છે. એપલના આ લોન્ચ ઇવેન્ટમાં નવા આઇફોન મોડેલના ફીચર્સ લોકોને આકર્ષિત કરશે, પરંતુ જૂના મોડેલની કિંમતોમાં ઘટાડો એ એવા વપરાશકર્તાઓ માટે સારા સમાચાર હશે જેઓ લાંબા સમયથી આઇફોન ખરીદવાની રાહ જોઈ રહ્યા છે.