નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આગામી 15મી સપ્ટેમ્બરે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને પોતાની નેક્સ્ટ પ્રૉડક્ટને લૉન્ચ કરવા જઇ રહી છે. લીક્સ પ્રમાણે આ ઇવેન્ટમાં આઇફોન 12ની સાથે કેટલીક બીજી મોટી પ્રૉડક્ટ્સને પણ રિલીઝ કરી શકે છે.
વર્ચ્યૂઅલ ઇવેન્ટ હશે.....
કંપની વર્ચ્યૂઅલ ઇવેન્ટ હૉસ્ટ કરવાની છે, અને આ માટે કંપનીએ મીડિયા ઇન્વિટેશન મોકલવાના શરૂ કરી દીધા છે. એપલ કંપની આ વખતની લૉન્ચિંગ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે યોજશે, ખાસ વાત છે કે કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને કંપનીએ આ વખતની ઇવેન્ટને વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરી દીધી છે. એટલે કે કંપની નવી પ્રૉડક્ટને આ વખતે વર્ચ્યૂઅલ ઇવન્ટ દ્વારા લૉન્ચ કરશે. આ ઇવેન્ટ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એપલ પાર્કમાં યોજાશે, જે ભારતમાં રાત્રે 10.30 વાગે જોઇ શકાશે.
આઇફોન 12 સીરીઝને કરશે લૉન્ચ
આ વખતે કંપની ચાર આઇફોન મૉડલને લૉન્ચ કરી શકે છે. જેમાં બે સસ્તાં અને બે મોંઘા મૉડલ સામેલ હશે. એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે.
બીજી કઇ કઇ પ્રૉડક્ટ થઇ શકે લૉન્ચ
આ વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં એપલ આઇફોન 12ની સાથે સાથે Apple Watch Series 6, Apple Watch SE, iPad Air 4, Apple AirTagsને લૉન્ચ કરી શકે છે.
એપલ iPhone 12ની સાથે આ ચાર મોટી પ્રૉડક્ટ પણ કરશે લૉન્ચ, 15 સપ્ટેમ્બરે છે વર્ચ્યૂઅલ ઇવેન્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 12:40 PM (IST)
એપલ 15મી સપ્ટેમ્બરે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને પોતાની નેક્સ્ટ પ્રૉડક્ટને લૉન્ચ કરવા જઇ રહી છે. લીક્સ પ્રમાણે આ ઇવેન્ટમાં આઇફોન 12ની સાથે કેટલીક બીજી મોટી પ્રૉડક્ટ્સને પણ રિલીઝ કરી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -