નવી દિલ્હીઃ એપલ પ્રૉડક્ટ્સના લવર્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ટેક દિગ્ગજ એપલ આગામી વર્ષે ખાસ પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી શકે છે. એપલ કંપની કથિત રીતે પોતાની આગામી વર્ષની ત્રિમાસિકમાં એરપૉડ 3 અને મીનિ એલઇડી આઇપેડ લૉન્ચ કરી શકે છે.


સીનેટના રિપોર્ટ પ્રમાણે, એપલના વિશ્લેષક મિંગ-ચી કુઓના એક સ્ટડી પ્રમાણે એફવા વાળુ એરપૉડ-3, પ્રૉ મૉડલની સરખામણીમાં વધારે સસ્તુ હશે.

સિમ્પલ ટચ સેન્સરની સાથે આવી શકે છે એરપૉડ
ફ્યૂચર એરપૉડ ખાસ એક્સપીરિયન્સ માટે ફેસ ડિટેક્શનને બદલે સિમ્પલ ટચ સેન્સરની સાથે આવી શકે છે. એપલ કથિત રીતે ફ્યૂચર વર્ઝનના એરપૉડમાં એમ્બિએન્ટ લાઇટ એડ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી બ્લઝ ઓક્સિજન લેવલ અને હ્રદયગતિની જેમ ડેટા પર નજર રાખી શકાય. કુઓએ લગભગ આઠ મહિના પહેલા કહ્યું હતુ કે એપલ પોતાની પાઇપલાઇનમાં છે મિની એલઇડી પ્રૉડક્ટને 2021માં લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ખાસ વાત છે કે વર્ષ 2020માં એપલ કંપની ત્રણ ઇવેન્ટ આયોજિત કરી ચૂકી છે. જેમાં આઇફોન 12 સીરીઝથી લઇને એપલ વૉચ અને મેક બુક જેવી પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી હતી.