અહીં જોઇ શકો છો ઇવેન્ટ
જો તમે Appleની આ લૉન્ચિંગ ઇવેન્ટને જોવા માંગતા હોય તો એપલની સાઇટ, Apple TV App અને કંપનીની ઓફિશિયલ Youtube ચેનલ પર જોઇ શકો છો. કંપનીએ નવી પ્રૉડક્ટના લૉન્ચને લઇને મીડિયા ઇનવાઇટ્સ આપી દીધા છે.
આ પ્રૉડક્ટ્સ થશે લૉન્ચ
Appleની આ સ્પેશ્યલ ઇવેન્ટમાં કંપની ARM બેઝ્ડ MacBook Air અને MacBook Pro લૉન્ચ કરી શકે છે. આની જાહેરાત કંપનીએ પહેલાથી જ કરી દીધી છે. આ મેકમાં કંપનીએ ઇન્ટેલની જગ્યાએ એપલે પોતાની ચીપ આપી છે.
ખાસ વાત છે કે વર્ષ 2005થી એપલ પોતાના મેકમાં ઇન્ટેલની ચીપનો યૂઝ કરતી આવી રહી છે. નવા મેકબુકમં એપલની A14 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે, જે પહેલાથી આઇફોન 12 સીરીઝમાં છે.