નવી દિલ્હીઃ ચીની એપ ટિકટૉક ઇન્ડિયામાં એટલી બધી ફેમસ એપ થઇ ગઇ કે તેની પૉપ્યૂલારિટી નાના શહેરો અને નાના ગામડાંઓ સુધી પહોંચી ગઇ. ટિકટૉકએ રાતોરાત કેટલાક લોકોને સ્ટાર બનાવી દીધા. આ ઉપરાંત ચીની ગેમ્સ એપ પબજી અને બીજી એપ્સ પાછળ ભારતીય ખુબ પડ્યા હતા. જોકે સરકારના એક ડિસીઝન બાદ મોટાભાગના ચીની એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી દેવાઇ છે. પરંતુ હવે રિપોર્ટ છેકે કેટલીક ચીની એપ્સ ફરીથી નવા નામ સાથે પ્લે સ્ટૉરમાં પાછી આવી રહી છે, અને કેટલાય લોકો તેને ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે આવી એપ્સથી હંમેશા સાવધાન રહેવાની જરૂર છે.
સ્નેક વીડિયો
ટિકટૉક બેન થયા બાદ તેની જેવા ફિચર્સ વાળી ચીની એપ આજકાલ ખુબ પૉપ્યૂલર થઇ રહી છે. જેનુ નામ છે સ્નેક વીડિયો. કહેવાઇ રહ્યું છે કે સ્નેક વીડિયો એક શોર્ટ વીડિયો એપ છે જેમાં ટિકટૉક જેવી એડિટીંગ, લિપ સિકિંગ, અને સ્પેશ્યલ ઇફેક્ટ વાળા ફિચર્સ છે. ચીની એપ સ્નેક વીડિયોને ક્વાઇશો ટેકનોલૉજીએ આ વર્ષ જ લૉન્ચ કરી છે.
ઓલા પાર્ટી
બીજી ચીની એપનુ નામ છે ઓલા પાર્ટી. આ પણ ચીની એપ હેગે પ્લે વિધ ન્યૂ ફ્રેન્ડ્સના જેવી છે. હેગો એપમાં અજાણ્યા લોકો સાથે ગમે રમી શકાય છે, ચેટ રૂમ બનાવીને વીડિયો ચેટ કરવામાં આવી કે છે. આ જ રીતે ઓલા પાર્ટી એપમાં પણ હેગોની જેમ કોઇની સાથે ગેમ રમી શકાય છે, અને ચેટ રૂમ બનાવીને ચેટ કરી શકાય છે. ઓલા એપની ખાસ વાત છે કે જો તમારુ એકાઉન્ટ પહેલાથી હેગો એપ પર હતુ તો તે જ આઇડીથી ઓલા એપ પર તમે સાઇન ઇન કરી શકો છો, અને આને નવી એપ પર હેગો એપની પુરેપુરી ડિટેલ આવી જશે.
નવી એપ્સ વિશે રહો એલર્ટ
સરકારે અત્યાર સુધી કુલ 117 પૉપ્યૂલર ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવામાં કેટલીક નવી ચીની એપ એપલ સ્ટૉર કે ગૂગલ પ્લે સ્ટૉર નવા નામથી આવી ગઇ છે. પરંતુ કોઇપણ નવી એપ ડાઉનલૉડ કરતા પહેલા તેના ઓરિજિનને જાણી લેવુ કેમકે આ બેન ચીની એપનુ જ બીજુ વર્ઝન કે તેના જેવી એપ હોઇ શકે છે, અને સરકાર નજરમાં આવ્યા બાદ આના પર પણ બેન લગાવી શકાય છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
નવા નામથી પ્લે સ્ટૉરમાં આવી બેન થયેલી ચીની એપ્સ, થઇ જાઓ સાવધાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 02:06 PM (IST)
રિપોર્ટ છેકે કેટલીક ચીની એપ્સ ફરીથી નવા નામ સાથે પ્લે સ્ટૉરમાં પાછી આવી રહી છે, અને કેટલાય લોકો તેને ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે આવી એપ્સથી હંમેશા સાવધાન રહેવાની જરૂર છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -