Best Camera Smartphones Under 50K:  જો તમે એવો સ્માર્ટફોન શોધી રહ્યા છો જે દમદાર કેમેરા  સાથે આવે અને બજેટ 50,000 રૂપિયાથી ઉપર ના જાય તો  ભારતીય બજારમાં ઘણા ઉત્તમ વિકલ્પો છે. OnePlus, Oppo, Vivo, Realme, Motorola અને Samsung જેવી કંપનીઓ આ કેટેગરીના ફોન ઓફર કરે છે જે ફોટોગ્રાફી, વિડિયો રેકોર્ડિંગ, ડિસ્પ્લે અને પ્રદર્શનની દ્રષ્ટિએ પૈસા વસૂલ સાબિત થઈ રહ્યા છે. અહીં, અમે તમને યોગ્ય પસંદગી કરવાનું સરળ બનાવવા માટે કેટલાક શ્રેષ્ઠ સ્માર્ટફોન વિશે સરળ માહિતી પ્રદાન કરી રહ્યા છીએ.

OnePlus 15R

OnePlus 15R લેટેસ્ટ Android 16 અને OxygenOS 16 પર કામ કરે છે જેમાં 165Hz રિફ્રેશ રેટ સાથે 6.83-ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે છે. ફોનમાં Snapdragon 8 Gen 5 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે હાઈ એન્ડ પરફોર્મન્સ આપે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં OIS સપોર્ટ સાથે 50MP પ્રાઈમરી કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ છે. ફ્રન્ટમાં 32MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 7,400mAh ની મોટી બેટરી તેને લાંબા સમય સુધી ચાલતો ફોન બનાવે છે. તેની શરૂઆતની કિંમત લગભગ ₹47,999 છે.

Continues below advertisement

Continues below advertisement

Oppo Reno15

Oppo Reno15 માં 6.59-ઇંચ AMOLED ડિસ્પ્લે મળે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેનો કેમેરા સેટઅપ તેની સૌથી મોટી તાકાત છે, જેમાં 50MP પ્રાઈમરી કેમેરો, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 50MP ટેલિફોટો લેન્સ સામેલ છે. સેલ્ફી માટે 50MP કેમેરા પણ ઉપલબ્ધ છે. 6,500mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ તેને વધુ આકર્ષક બનાવે છે. તેની કિંમત લગભગ ₹48,999 છે.

Vivo V60

Vivo V60 માં 6.77-ઇંચ AMOLED સ્ક્રીન આપવામાં આવી છે અને તે Snapdragon 7 Gen 4 પ્રોસેસરથી લેસ છે.  ફોનમાં 50MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ અને 50MP ટેલિફોટો કેમેરા છે. ફ્રન્ટમાં 50MP સેલ્ફી કેમેરા પણ ઉપલબ્ધ છે. 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આ ફોન લાંબા ગાળાના ઉપયોગ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની કિંમત લગભગ ₹45,999 છે.

Realme 16 Pro+ 5G

Realme 16 Pro+ 5Gમાં 6.8-ઇંચ AMOLED ડિસ્પ્લે અને Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે. તેની સૌથી મોટી ખાસિયત તેનો 200MP પ્રાઈમરી કેમેરો છે જે આ પ્રાઈસ રેન્જમાં અલગ ઓળખ આપે છે. તેમાં 8MP અલ્ટ્રા-વાઇડ અને 50MP ટેલિફોટો લેન્સ પણ છે. 7,000mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ તેને એક શક્તિશાળી પેકેજ બનાવે છે. તેની કિંમત ₹35,999 થી ₹39,999 ની વચ્ચે છે.

Motorola Edge 70

Motorola Edge 70માં 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ મળે છે. Snapdragon 7 Gen 4 પ્રોસેસર સાથે તેમાં 50MP પ્રાઇમરી અને 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. સેલ્ફી માટે 50MP કેમેરા પણ ઉપલબ્ધ છે. 5,000mAh બેટરી અને 68W ફાસ્ટ ચાર્જિંગ સાથે આ ફોન લગભગ 29,999 માં ઉપલબ્ધ છે.

Samsung Galaxy Z Flip 3

Samsung Galaxy Z Flip 3 એક એવો ફોલ્ડેબલ સ્માર્ટફોન જેમાં 6.7-ઇંચ Dynamic AMOLED ડિસ્પ્લે સાથેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. તેમાં Snapdragon 888  પ્રોસેસર મળે છે. કેમેરા સેટઅપમાં 12MP પ્રાઇમરી અને 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ સામેલ છે. 3,300mAh બેટરી અને 15W ચાર્જિંગ સાથે તેની કિંમત લગભગ 49,999 રૂપિયા છે.