Jioના સસ્તા 3GB ડેટા પ્લાન
જિયો દરરોજ 3 જીબી ડેટા આપતા ત્રણ પ્લાન લઇને આવ્યા છે. તેમાં 999, 401 અને 349 રૂપિયાવાળા પ્લાન છે. જિયોના 349 વાળા પ્લાનમાં 28 દિવસ સુધી 3 જીબી ડેટા, જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર 1000 મિનિટ, રોજના 100 એસએમએસની સુવિધા મળે છે.
BSNLના આ છે 3GB ડેટા પ્લાન
બીએસએનએલના 247 રૂપિયાના પ્લાનમાં 3 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં 3જી નેટવર્કની સુવિધા મળશે. પ્લાનની વેલિડિટી 36 દિવસ છે. જેમાં અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ છે. બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ તથા 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસની છે.
Vodafone-Ideaના 3GB ડેટા પ્લાન
વોડાફોન –આઇડિયા પાસે પણ રોજના 3જીબી ડેટાનો પ્લાન છે. પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે, બીજો પ્લાન 398 રૂપિ.યાનો છે. બંને પ્લાનમાં રોજના 3જીબી ડેટા, 100 એસએમએસ, અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. 558 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસ અને 398 રૂપિયાના પ્લાનની માન્યતા 28 દિવસ છે.
Airtelનો 3GB ડેટા પ્લાન
એરટેલના ડેઇલી 3જીબી ડેટા આપતા બે પ્લાન છે. 558 રૂપિયાના પ્રથમ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી, કુલ 168 જીબી ડેટા, રોજના 100 એસએમએસ ફ્રી અને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે. જેમાં 28 દિવસની વેલિડિટી અને 3જીબી ડેટા મળે છે. બંને પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.