નવી દિલ્હીઃ જિઓ, એરટેલ કે પછી આઇડિયાના પ્રીપેડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરો છો, તે અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમે 300 રૂપિયાથી ઓછાના પ્લાનમાં શું શુ સુવિધાઓ મેળવી શકો છો. અહીં બતાવવામા આવેલા પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS ઉપરાંત બીજી કેટલીય સુવિધાઓ આપવામાં આવી રહી છે. 


સૌથી પહેલા રિલાયન્સ જિઓની વાત કરીએ, જિઓનો 296 રૂપિયાના ફ્રીડમ પ્લાન છે. આમાં યૂઝર્સને એકસાથે 25 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSની સુવિધા આપવામાં આવી રહી છે. એકવાર હાઇસ્પીડ ડેટા ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઓછી થઇને 64kbps ની રહી જાય છે. આ પ્લાનમાં જિઓ ટીવી, જિઓ સિનેમા, જિઓ સિક્યૂરિટી અને જિઓ ક્લાઉડનો એક્સેસ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. 


એરટેલના 299 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMS ની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં એરટેલ એક્સ્ટ્રીમ, પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, અપોલો 24|7 વગેરે સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત 265 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા અનલિમીટેડ કૉલિંગ દરરોજ 100SMS સહિત કેટલીય સુવિધાઓ આપવામા આવી રહી છે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. 


વીઆઇના 299 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMS ની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં વીઆઇ અનલિમીટેડ હીરો, વીઆઇ મૂવીઝ એન્ડ ટીવીનુ સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત 249 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અનલિમીટેડ કૉલિંગ દરરોજ 100SMS સહિત કેટલીય સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 21 દિવસની છે.