નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન યૂઝર્સને પાવરબેન્કની ખુબ જરૂરિયાત રહે છે. ફોનની બેટરી ગમે ત્યારે ચાર્જ કરવા માટે તમારે એક સારી પાવરબેન્કની આવશ્યકતા રહે છે. જો તમે સારા પાવર વાળી પાવર બેન્ક ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો બેસ્ટ ઓપ્શન બની શકે તેવી પાવરબેન્ક બતાવવામાં આવી છે.


Samsung 10000mAh પાવરબેન્ક
જો તમે ક્વૉલિટી પાવર બેન્ક શોધી રહ્યો છો તો તમારા માટે સેમસંગની પાવરબેન્ક બેસ્ટ સાબિત થઇ શકે છે. આ કંપનીની વાયરલેસ પ્રીમિયમ પ્રૉડક્ટ છે, અને આમાં હાઇ ક્વૉલિટી એલ્યૂમિનીયમ બૉડી અને બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની કિંમત 3699 રૂપિયા છે.

આના ફ્રન્ટમાં ચાર્જિંગ પેડ આપવામાં આવ્યુ છે, જોકે તે રબરનુ અને સૉફ્ટ છે. અહીં તમે ડિવાઇસને ચાર્જ કરી શકો છો. ખાસ વાત છે કે આ પાવરબેન્કથી તમે એકસાથે બે ડિવાઇસને ચાર્જ કરી શકો છો. જીહા, એકને ચાર્જિંગ કેબલની મદદથી અને બીજાને વાયરલેસ રીતે ચાર્જ કરી શકાય છે. આ પાવરબેન્કમાં ક્વિક ચાર્જ 2.0 ને બન્ને રીતેના ચાર્જિંગમાં સપોર્ટ કરે છે. બધુ Qi સર્ટિફાઇડ ડિવાઇસીસની સાથે આરામથી કામ કરે છે.

Redmi Mi Wireless પાવર બેન્ક
આ એક વાયરલેસ પાવરબેન્ક છે, આની કિંમત 2499 રૂપિયા છે. આ Qi સર્ટિફાઇડ છે, આમાં 10W ફાસ્ટ ચાર્જિંગનો વાયરલેસ સપોર્ટ આપવામાં આવ્યો છે, જ્યારે આ 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, આમાં USB-C ઇનપુટ પોર્ટની સુવિધા મળે છે. આ પાવરબેન્ક 2-Way ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ પાવરબેન્કની ડિઝાઇન બહુજ વધારે ઇમ્પ્રેસ નથી કરતી. ફિચરની વાત કરીએ તો આમાં ટેમ્પરેચર પ્રૉટેક્શન, શોર્ટ સર્કિટ, રેસ્ટ પ્રૉટેક્શન અને અંડર વૉલ્ટેજ પ્રૉટેક્શનની સુવિધા મળશે. કંપનીએ આમાં 12-Layer એડવાન્સ્ડ ચિપ પ્રૉટક્શનની સુવિધા આપી છે.



Realme 10000mAh પાવરબેન્ક
Realmeની નવી 30W Dart ચાર્જ 10,000mAh પાવર બેન્ક તમારા માટે એક સારો ઓપ્શન બની શકે છે, આની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. આ પાવરબેન્ક ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે.આ ઉપરાંત પાવર બેન્કમાં ચાર્જિંગ લેવલ માટે LED લાઇટ્સનો સપોર્ટ મળે છે. આ પાવરબેન્ક રેગ્યુલર 18W ફાસ્ટ ચાર્જિંગ પાવર બેન્કની સરખામણીમાં 53 ટકા વધુ ફાસ્ટ ચાર્જ કરે છે. આમાં USB Type C અને Type-A પોર્ટની સુવિધા મળે છે. આ પાવરબેન્ક પર 15 લેયર ચાર્જિંગ પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે, જેનાથી આ ઓવર હીટ થવામાં અને ઇનપુટ ફ્લેકચ્યૂએશન દરમિયાન ડિવાઇસને સુરક્ષિત રાખે છે. આને ફૂલ ચાર્જ થવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ પાવર બેન્કનુ USB-A પોર્ટ 30W આઉટ પુટ હોય છે, જ્યારે આનુ USB Type-C પોર્ટ 30W ફાસ્ટ ચાર્જ આઉટ સપોર્ટ કરે છે. આની સાથે 30W ઇનપુટ પણ સપોર્ટ કરે છે.