Mobile Tracker: દુનિયામાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. હવે મોબાઇલ લોકો માટે રૂટિન બની ગયો છે, લોકો નાના મોટા કામો પણ હવે મોબાઇલથી પુરા કરી રહ્યાં છે, પરંતુ જો મોબાઇલ તમારી પાસેથી જતો રહે તો, ચોરાઇ જાય તો. આવા સંજોગોમાં કોઇપણ યૂઝર્સ મોટી પરેશાનીમાં મુકાઇ શકે છે. કેમ કે મોબાઇલમાં આજકાલ તમારા જરૂરી અને કામના ડૉક્યૂમેન્ટ્સ અને તસવીરો, વીડિયો અને ચેટ્સ હોય છે. જો તમે તમારા મોબાઇલને ચોરીથી બચાવવા માંગો છો, તો અહીં અમે તમને બેસ્ટ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જાણો શું છે...........
સૌથી પહેલા કરો આ કામ -
જો તમારો ફોન ચોરી કે ગુમ થઇ ગયો હોય તો સૌથી પહેલા તેની જાણ પોલીસને કરો. કેમ કે જો તમારા ફોનનો કોઇ દુરપયોગ કરશે તો તમે બચી શકશો. પોલીસ આને ટ્રેક પણ કરી શકશે.
ખાસ વાત છે કે હાલમાં ગૂગલ પ્લે સ્ટૉર પર કેટલીય એવી એપ્સ અવેલેબલ છે જે તમને આસાનીથી ટ્રેકિંગની સુવિધા આપે છે. જેમાં મોબાઇલ બંધ હોય તો પણ તેને ટ્રેક કરી શકે છે. તમે મોબાઇલ ચોરી થતો અટકાવા માંગો છો, તો અહીં બતાવેલી એપ્સને ફોલો કરો........
ટ્રેક ઇટ ઇવિન ઇફ ઇટ ઇઝ ઓફ એપ -
ગૂગલ પ્લે સ્ટૉર પર આ મોબાઇલ ટ્રેકિંગ એપ ખુબ સારી રેટિંગની સાથે ઉપલબ્ધ છે. આને ડાઉનલૉડ કરીને મોબાઇલમાં આસાનીથી ઇન્સ્ટૉલ કરી શકાય છે.
આ એપને ઇન્સ્ટૉલ કરતી વખતે કેટલીક જરૂરી પરમિશન ઓન કરી દો.
આ એપમાં અવેલેબલ ડમી સ્વિચ ઓફ અને ફ્લાઇટ મૉડ ફિચરને ઓન રાખો. આને ઓન કર્યા બાદ, મોબાઇલ ઓફ કરવા પર પણ ઓફ નથી થતો, પરંતુ ચોરી કરનારાઓને લાગશે કે મોબાઇલ ઓફ થઇ ગયો, જેનાથી તમને ટ્રેકિંગમાં આસાની રહેશે.
મોબાઇલમાં આ એપ હોવાથી તમને મોબાઇલ તમને લાઇવ લૉકેશન અને ફ્રન્ટ કેમેરાથી ફોટો ક્લિક કરીને મોકલતુ રહેશે, જેનાથી ચોર આસાનીથી પકડાઇ શકે છે.