આ છે ઓફર....
Apple Days Saleમાં iPhone 12 સીરીઝથી લઇને iPhone XR અને iPhone SE પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે આ ડિસ્કાઉન્ટ માત્ર HDFC Bank ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવાથી જ મળશે. આ છૂટ એક્સચેન્જ ઓફરથી અલગ આપવામાં આવશે. આનો અર્થ છે કે તમે કોઇ જુનો ફોન એક્સચેન્જ કરો છો તો કિંમત તેનાથી પણ ઓછી થઇ જશે.
આના પર મળી રહી છે છૂટ.....
ફ્લિપકાર્ટના આ સેલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ iPhone 12 mini પર આપવામાં આવી રહ્યું છે. આ ફોનની ખરીદી પર 9000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 60,900 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. વળી iPhone 12 પર 6000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત iPhone 12 Pro પર 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને iPhone 12 Pro Max પર પણ 5000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આ મૉડલો પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ....
Apple Days Saleમાં iPhone SE પર પણ 4000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પછી તમે આ ફોનને 28,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત iPhone XR પર પણ 4000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ તમે આ ફોનને માત્ર 37,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.