Dell Alienware x16 R2 Laptop Lunched in India: ડેલનું શાનદાર લેપટોપ Dell Alienware x16 R2 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ કંપનીનું લેટેસ્ટ ગેમિંગ લેપટોપ છે. આ લેપટોપમાં ઘણા સ્પેસિફિકેશન છે, જે અન્ય લેપટોપથી તદ્દન અલગ છે. તેમાં 16 ઇંચની ડિસ્પ્લે છે. આ સિવાય આ લેપટોપ લેટેસ્ટ ઇન્ટેલ કોર અલ્ટ્રા પ્રોસેસરથી સજ્જ છે. ગ્રાફિક્સની વાત કરીએ તો તેમાં NVIDIA GeForce RTX 4090 GPU છે. આ લેપટોપમાં ઘણા AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
લાંબા ગેમિંગ સેશન દરમિયાન લેપટોપને ઠંડુ રાખવા માટે, તેમાં ક્રાયો-ટેક થર્મલ મેનેજમેન્ટ, Vapor ચેમ્બર ટેક્નોલોજી અને એલિમેન્ટ 31 થર્મલ સિસ્ટમ આપવામાં આવી છે. મોટી વાત એ છે કે આ લેપટોપ ગેમર્સને ઘણું પસંદ આવશે.
કિંમત કેટલી છે?
કિંમતની વાત કરીએ તો, કંપનીએ 2,86,990 રૂપિયાની કિંમતે Dell Alienware x16 R2 લોન્ચ કર્યું છે. કિંમતના હિસાબે તે થોડું મોંઘું લાગે છે. આ લેપટોપ હાલમાં ડેલ એક્સક્લુઝિવ સ્ટોર્સ (DES), Dell.com, Amazon અને મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સ દ્વારા ખરીદી શકાય છે. તેનું વેચાણ આજથી (25 એપ્રિલ)થી શરૂ થઈ ગયું છે.
જાણો કેવા છે ફીચર્સ?
ફિચર્સ વિશે વાત કરીએ તો, Dell Alienware x16 R2માં 16 ઇંચની ડિસ્પ્લે Quad HD+ સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 240Hz છે. તેના ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 16:10 છે. આ લેપટોપ Intel Core Ultra 7 155H અને Intel Core Ultra 9 185H પ્રોસેસરથી સજ્જ છે. ગ્રાફિક્સની વાત કરીએ તો તેમાં NVIDIA GeForce RTX 4090 GPU આપવામાં આવ્યું છે. તેમાં 16GB, 32GB RAM અને 512GB, 1TB, 4TB સ્ટોરેજ વિકલ્પો છે.
કેટલી છે બેટરી લાઈફ?
આ લેપટોપમાં ઘણા AI ફીચર્સ પણ છે. આ સાથે આ લેપટોપમાં ઉત્તમ એડિટીંગ પાવર પણ ઉપલબ્ધ છે. આ સાથે, લાંબા ગેમિંગ સેશન દરમિયાન પણ તેનું પ્રદર્શન સારું રહે છે. આ લેપટોપ ડ્યુઅલ માઇક્રોફોન સાથે ફુલ HD HDR IR કેમેરા સાથે આવે છે. લેપટોપમાં 90 Whr લિથિયમ લોન બેટરી છે, જેની સાથે 240W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ છે. હાલમાં આ લેપટોપની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. ગેમના શોખીનો માટે આ લેપટોપ ઘણુ ઉપયોગી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial