નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા કંપની ફેસબુક પોતાના પ્લેટફોર્મનો દુરપયોગ રોકવા માટે ખાસ કામ કરી રહી છે. મંગળવારે કંપનીએ કહ્યું કે, અમારા પ્લેટફોર્મનો મિસયૂઝ કરનારા સામે એક્શન લેવા માટે અમે એક સ્પેશ્યલ ટીમ ઉતારી છે. તેમને એ પણ કહ્યું કે, કંપનીએ સમન્વિત રીતે અપ્રમાણિત વ્યવહારમાં સામેલ 100થી વધુ નેટવર્કને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી પણ દીધા છે.
ફેસબુકનુ આ નિવેદન કંપનીના એક પૂર્વ કર્મચારીના આરોપ બાદ આવ્યુ છે, કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે કંપનીએ પોતાના મંચ પરથી ફેક એકાઉન્ટ રાખનારાઓની અનદેખી કે કાર્યવાહીમાં ઢીલ રાખી છે. આ એકાઉન્ટ મારફતે વૈશ્વિક સ્તરે ચૂંટણીઓ અને રાજકીય મામલાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
બઝફીડ ન્યૂઝે ફેસબુક કર્મચારી માટે લખવામાં આવેલા આંતરિક પત્રના હવાલાથી આ વિશે રિપોર્ટ આપ્યો છે. લેટરમાં ફેસબુકની પૂર્વ ડેટા વૈજ્ઞાનિક શોફી ઝાંગે લખ્યું- આમાં કહેવામાં આવ્યુ છે કે કેટલાક દેશોની સરકાર તથા રાજકીય પક્ષોના પ્રમુખો ફેક એકાઉન્ટનો ઉપયોગ કરીને જનમતને પ્રભાવિત કરે છે.
ફેસબુકના પ્રવક્તાએ મંગળવારે વિશે કહ્યું કે, - અમે ખોટા ઇરાદા રાખનારાઓ માટે અમારા પ્લેટફોર્મનો દુરપયોગ કરનારાનાઓ રોકવા માટે એક ખાસ સ્પેશ્યલ ટીમ બનાવી છે, જેમાં મુખ્ય વિશેષજ્ઞ સામેલ છે. આનુ પરિણામ છે કે અપ્રમાણિક વ્યવહારમાં સામેલ 100થી વધુ નેટવર્કને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ફેસબુકનો દુરપયોગ કરનારા સાવધાન, કંપનીની સ્પેશ્યલ ટીમ કરી રહી છે આ મોટુ કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2020 10:57 AM (IST)
કંપનીએ કહ્યું કે, અમારા પ્લેટફોર્મનો મિસયૂઝ કરનારા સામે એક્શન લેવા માટે અમે એક સ્પેશ્યલ ટીમ ઉતારી છે. તેમને એ પણ કહ્યું કે, કંપનીએ સમન્વિત રીતે અપ્રમાણિત વ્યવહારમાં સામેલ 100થી વધુ નેટવર્કને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી પણ દીધા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -