નવી દિલ્હીઃ એપલે ગઇ રાત્રે પોતાની હાઇ સ્પીડ ઇવેન્ટ યોજીને પોતાના દમદાર અને લેટેસ્ટ આઇફોન મૉડલ્સને લૉન્ચ કરી દીધા છે. આઇફોન-12 સીરીઝના ચાર ફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે. આ ઇવેન્ટમા એપલની સીઇઓ ટિમ કુકે આઇફોન-12ને સૌથી પાવરફૂલ ફોન બતાવ્યો હતો, અને કહ્યું કે આ ફોન 5જી સપોર્ટેડ છે.

એપલે iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro max. જો તમે આ ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો સૌથી પહેલા તેની સાથે જોડાયેલી આ પાંચ વાતો ખાસ જાણી લો....



iPhone 12ની પાંચ ખાસ વાતો....
1. આઇફોન-12 છ કલર વેરિએન્ટમાં લૉન્ચ થયો છે. આઇફોન-12ની ડિસ્પ્લેની સાથે એચડીઆર 10નો સપોર્ટ મળશે. વાયરલેસ ચાર્જિંગ સાથે ડ્યૂલ સિમનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં બીજુ સિમ ઇ-સિમ હશે સાથે એ-14 બાયૉનિક પ્રૉસેસર છે.

2. iPhone 12 Pro અને iPhone 12 Pro Max ચાર સ્ટેનલેસ સ્ટીલ ફિનિશમાં અવેલેબલ હશે. જેમાં ગ્રેફાઇટ, સિલ્વર, ગોલ્ડ અને પેરાશૂટ બ્લૂ સામેલ છે.

3. iPhone 12ની સાથે 50 વૉટ સુધીની વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. આઇફોન-12માં મેગસેફ ટેકનોલૉજી છે. ખાસ વાત છે કે આઇફોન-12 અને એપલ વૉચ એક જ ચાર્જરથી ચાર્જ કરી શકાશે.

4. iPhone 12ના કેમેરામાં અલ્ટ્રા વાઇડ મૉડ, નાઇટ મૉડના ફિચર્સ છે. તમામ મૉડલમાં નાઇટ મૉડ મળશે. નાઇટ મૉડમાં પણ ટાઇમ લેપ્સ મળશે.

5. iPhone 12 Pro મૉડલને 30 મિનીટ સુધી 6 મીટર ઉંડા પાણીમાં રાખી શકાય છે. iPhone પ્રીમિયમ સામગ્રીની સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. iPhone 12 Pro મૉડલ એક નવા, પરિષ્કૃત ફ્લેટ એજ ડિઝાઇનનો દાવો કરો છે, જેમાં એક સટીક સર્જિકલ મેટ ગ્લાસની સાથે એક ભવ્ય સર્જિકલ ગ્રાન્ડ સ્ટેનલેસ ગ્રેન્ડ બેન્ડ જોડવામાં આવ્યો છે.