દિગ્ગજ ટેક કંપની એપલ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 12 પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ નવી trade-in સ્કીમ મુજબ iPhone 12 પર 63 હજાર રૂપિયાની છૂટ મેળવી શકો છો. આ ફોનની મૂળ કિંમત 119900 રૂપિયા છે પરંતુ આ સ્કીમ મુજબ આઈફોન 12 પર ખૂબ જ સારૂ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.


શું છે trade-in સ્કીમ

એપલ મુજબ trade-in સ્કીમમાં તમારે પોતાનો જૂનો સ્માર્ટફોન આપવો પડશે. એપલે તેના માટે પોપુલર સ્માર્ટફોનની એક્સચેન્જ પ્રાઈઝની ડિટેલ પર પોતાની વેબસાઈટ પર શેર કરી છે. iPhone 12 ના બદલે તમે બીજી કંપનીનો ફોન પણ એક્સચેન્જ કરી શકો છો.

આ રીતે સસ્તામાં ખરીદી શકો છો ફોન

એપલની trade-in સ્કીમ મુજબ નવા iPhone 12 ફોન ખરીદવા માટે તમારે કેટલાક સવાલોના જવાબ ઓનલાઈન આપવા પડશે. તમારે તમારા જૂના ફોન વિશે કેટલીક માહિતી શેર કરવી પડશે. આ સિવયા સ્માર્ટફોનની કંડીશન સાથે ફોનની કેપેસિટી વિશે જણાવવું પડશે. જો તમે આ તમામ સવાલોના જવાબ આપો છો તમે સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

કંડીશન ચેક કરશે કંપની

આ સ્કીમમાં એપલ તમારા જૂના ફોનની કંડીશન ચેક કરશે. iPhone 12 ની બુકિંગ બાદ એપલના એમ્પલોઈ તમારા ઘરે આવી જૂના ફોનની કંડિશન જોઈ જશે.