Google AI Bard : ChatGPT લોન્ચ થયા બાદ વિશ્વભરમાં તેની ચર્ચા થવા લાગી. ચારે બાજુથી એઆઈના કારનામાના સમાચારો જ બહાર આવી રહ્યા હતા. ચેટ જીપીટીને ગૂગલના હરીફ તરીકે જોવામાં આવ્યું હતું. બાદમાં સમાચાર આવ્યા કે ગૂગલ પણ પોતાનું AI લાવી રહ્યું છે, જેનું નામ છે બાર્ડ. જોકે, બાર્ડના લોન્ચિંગ પછી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ચૅટ જીપીટી જે કરવા સક્ષમ છે તે બાર્ડ ખાલી કરી શક્યું નથી. હવે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે, ગૂગલ ટૂંક સમયમાં વધુ સક્ષમ AI મોડલ લોન્ચ કરશે. બાર્ડ ChatGPT અને Bingથી આગળ ન રહી શક્યું બાર્ડને 21 માર્ચે સામાન્ય લોકો માટે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે OpenAI ના ChatGPT અને Microsoftના Bing chatbot સામે ટકી શક્યું નથી. હવે બાર્ડ વિશે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ન્યૂયોર્ક ટાઇમ્સ હાર્ડ ફોર્ક પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે, અમારી પાસે વધુ સક્ષમ મોડલ છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે બાર્ડને અમારા કેટલાક વધુ સારા પાથવે લેંગ્વેજ મોડલ (PaLM) મોડલ્સમાં અપગ્રેડ કરીશું. ક્ષમતાઓ કરતાં વધુ સારી હશે. જેથી તે રિઝનિંગ, કોડિંગ અને મેથ્સના પ્રશ્નોના વધુ સારી રીતે જવાબ આપી શકશે. શા માટે બાર્ડ લિમિટેડ? પિચાઈએ વધુમાં કહ્યું હતું કે, તમે આગામી સપ્તાહથી બાર્ડમાં પ્રક્રિયા જોશો. બાર્ડની મર્યાદિત ક્ષમતાઓનું કારણ Googleની સાવચેતી હતી. અમે બાર્ડને મર્યાદિત રાખ્યું હતું જેથી કરીને અમે પુષ્ટિ કરી શકીએ કે તે વપરાશકર્તા માટે યોગ્ય છે અને કંપની તેને સંભાળી શકે છે. તે પરિસ્થિતિમાં વધુ સક્ષમ મોડેલ હોવું જરૂરી ન હતું. પિચાઈએ એમ પણ કહ્યું કે તેઓ ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન સાથે કામ વિશે વાત કરી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે, AI આજે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે તે ચિંતિત છે કે તે સમાજ માટે ખતરો બની શકે છે. પિચાઈએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે, Google બાર્ડને તાલીમ આપવા માટે ChatGPT ડેટાનો ઉપયોગ કરે છે. જાહેર છે કે, બાર્ડ પણ ઓપનએઆઈના ચેટજીપીટી અને માઈક્રોસોફ્ટના બિંગ ચેટબોટ જેવા મોટા ભાષા મોડલ (LLM) પર આધારિત છે.
Google AI : ChatGPT બોર્ડ સામે કેમ પાછુ પડ્યું ગૂગલનું Bard? પીચાઈનો ખુલાસો
gujarati.abplive.com | 03 Apr 2023 04:34 PM (IST)
ChatGPT લોન્ચ થયા બાદ વિશ્વભરમાં તેની ચર્ચા થવા લાગી. ચારે બાજુથી એઆઈના કારનામાના સમાચારો જ બહાર આવી રહ્યા હતા.
સુંદર પિચાઈ