Google Android 13: હમણાં થોડાક દિવસો પહેલા, Google એ Google Pixel 7, Google Pixel Watch, Google Pixel 6a અને બીજા ઘણાબધા વિશે એક મોટી જાહેરાત કરી હતી, આ બધા મોટા ખુલાસાની વચ્ચે Google એ નેક્સ્ટ જનરેશનની Google OS Android 13ને પણ અનવીલ કરી. આની જાહેરાત બાદ તરતજ, કેટલાય Google સ્માર્ટફોનને નવુ અપડેટ મળવાનુ શરૂ થઇ ગયુ. જાણો આ એન્ડ્રોઇડ 13માં કયા કયા નવા ફિચર્સ મળી રહ્યાં છે, કઇ રીતે થશે મદદરૂપ.............. 


એન્ડ્રોઇડ 13માં કયા કયા નવા ફિચર્સ છે - 
એન્ડ્રોઇડ 13 અપડેટમાં કેટલીય નવી પરમીશન સેટિંગ સામેલ છે, જે તમને એ મેનેજ કરવાની સુવિધા આપે છે કે કઇ એપ્સ તમને નૉટિફિકેશન મોકલે છે, આમાં આસપાસના ડિવાઇસની સાથે શેરિંગ કરવા માટે બેસ્ટ પરમીશન સેટિંગ્સ સામેલ છે. આમાં તમામ નવી એપ આઇકૉન કલરને થીમથી મેચ કરવા અને અન્ય વસ્તુઓની સાથે પ્રી-એપ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની સુવિધા આપે છે. 


આ પ્રાઇવસી અને સિક્યૂરિટી માટે બેસ્ટ કન્ટ્રૉલની સાથે આવે છે, ઉદાહરણ તરીકે, એન્ડ્રોઇડ 13ની સાથે, તમે 'ફોટો અને વીડિયો', 'મ્યૂઝિક અને ઓડિયો' ની વચ્ચે સિલેક્શન કરવામાં સક્ષમ થશો, જ્યારે કોઇ એપ તમારી ફાઇલો સુધી પહોંચવાની પરમીશન માંગશે. પહેલા આ 'ફાઇલ્સ અને મીડિયા' સુધી લિમીટેડ હતી જે આખા ઇન્ટરનલ સ્ટૉરેજ સુધી પહોંચ પ્રદાન કરતી હતી. ના માત્ર સ્માર્ટફોન માટે, પરંતુ ટેક્સ્ટ માટે, એન્ડ્રોઇડ 13 વધુ મલ્ટીટાસ્કિંગ ઓપ્શન લાવે છે. આ એક નવી અપડેટેડ ટાસ્કબારની સાથે આવે છે, જેના માધ્યમથી તમે આસાનીથી એપ્સની વચ્ચે સ્વિચ કરી શકો છો, અને સાથે જ સ્પિલ્ટ -સ્ક્રીન વ્યૂ માં બે એપ્સની સાથે સાથે ઉપયોગ કરી શકો છો. યૂઝર્સ લાઇબ્રેરીમાંથી કોઇપણ એપને પોતાના હિસાબથી હૉમ સ્ક્રીન પર ડ્રૉપ પણ કરી શકો છો. 


ગૂગલની આ નવી એન્ડ્રોઇડ 13 હાલમાં એક બીટા ડેવલપર પ્રીવ્યૂ તરીકે અવેલેબલ છે, કુલ 12 મોટી બ્રાન્ડ છે, જે Android 13 બીટા પ્રૉગ્રામનો ભાગ છે. જાણો કયા નવા Android 13 બીટા ઓફર અને લેટેસ્ટ અપડેટ મેળવનારા સ્માર્ટફોનના લિસ્ટમાં ગૂગલ સ્માર્ટફોનના લિસ્ટની સાથે સાથે નૉન ગૂગલ સ્માર્ટફોન પણ સામેલ છે. 


આ સ્માર્ટફોન્સને એન્ડ્રોઇડ 13 મળવાનુ શરૂ - 
Google Pixel 4, Google Pixel 4 XL, Google Pixel 4a, Google Pixel 4a 5G, Google Pixel 5, Google Pixel 5a, Google Pixel 6, Pixel 6 Pro, Xiaomi 12, Xiaomi 12 Pro, Xiaomi Pad 5, Oppo Find X5 Pro, Oppo Find N, Asus Zenfone 8, Lenovo Tab P12 Pro, HMD Global, Nokia X20, OnePlus 10 Pro, Realme GT 2 Pro, Sharp Aquos Sense 6, Tecno Camon 19 Pro 5G, Vivo X80 Pro, ZTE Axon 40 Ultra