Google Drive : ગૂગલે તેની વર્કસ્પેસ એપ્લિકેશન્સ માટે નવા અપડેટ્સની જાહેરાત કરી છે, જેમાં ગૂગલ ડોક્સ, ગૂગલ શીટ્સ અને ગૂગલ ડ્રાઇવનો સમાવેશ થાય છે. આ અપડેટની ખાસ વાત એ છે કે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આધારિત ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમાં નવા કેલેન્ડર ઈન્વાઈટ ટેમ્પલેટ, વેરિયેબલ્સ, ઈમોજી વોટિંગ ચિપ્સ અને ડેટા એક્સટ્રેક્શન ચિપ્સ વગેરેનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિનાથી ઓછા સમયમાં કંપની આમાંના કેટલાક ફીચર્સ ડ્રાઇવ માટે રોલઆઉટ કરશે. આમાંથી એક સર્ચ ચિપ્સ ફીચર ગૂગલ ડ્રાઇવની સર્ચિગને યોગ્ય બનાવવા માટે પણ રોલઆઉટ કરવામાં આવ્યું છે.


Google ડ્રાઇવ માટે સર્ચ ચિપ્સ ફીચર


Google એ તેના Google Workspace અપડેટ બ્લોગ પર જાહેરાત કરી છે કે તેણે 'Search Chips' નામનુ એક ફીચર રોલઆઉટ કર્યું છે. જેની જાહેરાત તેણે ગયા મહિને Google Drive માટે કરી હતી. ગૂગલે પહેલા પણ આ ફીચર વિશે જણાવ્યું હતું. ગૂગલે કહ્યું હતું કે તે આવનારા સમયમાં યુઝર્સ માટે આ ફીચરને રોલઆઉટ કરશે. હવે લગભગ એક મહિના પછી કંપનીએ આ ફીચર દરેક માટે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.


સર્ચ ચિપ્સ ફીચર યુઝર્સને લોડ કરેલી Google ડ્રાઇવમાં જે ફાઇલો શોધવા માંગે છે તેને ફિલ્ટર કરવાની સુવિધા આપશે. યુઝર્સ હવે ફાઇલ ટાઇપ, ઓનર અને લાસ્ટ અપડેટ ડેટ જેવા વિવિધ ક્રાઇટેરિયા દ્વારા ફાઇલો શોધી શકે છે. આ સુવિધાનું કાર્ય યુઝર્સ માટે પ્લેટફોર્મ પર ફાઇલ શોધવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવાનું છે.


ગૂગલ ડ્રાઇવમાં સર્ચ ચિપ્સનો ઉપયોગ કેવી રીતે કરવો?


ગૂગલના કહેવા પ્રમાણે, સર્ચ ચિપ્સ ડ્રાઇવમાં સર્ચ બારની નીચે દેખાશે અને તે ફાઇલો, ફોલ્ડર્સ અને સબફોલ્ડર્સને સર્ચ કરશે. તમે સર્ચ ચિપ્સને પણ દૂર કરી શકો છો. આ માટે, ગૂગલ ડ્રાઇવની જમણી બાજુએ જાવ અને પછી 'X' આઇકોન પર ક્લિક કરો. આટલું જ નહીં, જો તમે બધી સર્ચ ચિપ્સને એકસાથે રિમૂવ કરવા માંગો છો, તો ચિપ્સના અંતમાં 'X' બટન પર ક્લિક કરો.


AI : ChatGPT બન્યું કમાણીનું સાધન? એક વ્યક્તિએ કરી રૂપિયા 28 લાખની કમાણી


Man Earns money Using ChatGPT: ઓપન એઆઈએ ગયા વર્ષે ચેટ જીપીટી લોન્ચ કરી હતી. માત્ર એક અઠવાડિયામાં આ ચેટબોટે તે કર્યું જે ભલભલા દિગ્ગજો પણ કરી શક્યા નથી. આ ચેટબોટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે જેમાં જાહેરમાં ઉપલબ્ધ તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે. આ ચેટબોટ માર્કેટમાં આવ્યા બાદ મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન આવ્યો કે આ ચેટબોટના કારણે તેમની નોકરી જઈ શકે છે. હવે દરેક લોકો કહી રહ્યા છે કે, આ ચેટબોટ લાખો લોકોની નોકરી ખાઈ શકે છે. પરંતુ આ દરમિયાન ચેટ જીપીટી વિશે આવા સમાચાર સામે આવી રહ્યા છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. લાન્સ જંક નામના વ્યક્તિએ ચેટ GPT દ્વારા 3 મહિનામાં 28 લાખ રૂપિયાની કમાણી કરી છે. જાણો આખરે લાન્સ જંકે શું કર્યું?

બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ, 23 વર્ષીય લાન્સ જંકે Udemy પર Chat GPT પર પ્રોફેશનલ કોર્સ શરૂ કર્યો હતો. આ કોર્સમાં તેઓ ચેટ જીપીટીની ક્ષમતાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપતા હતા. આ કોર્સ માટે અલગ-અલગ જગ્યાએથી લગભગ 15000 લોકોએ નોંધણી કરાવી હતી. લાન્સ જંક દ્વારા આ કોર્સનું નામ 'ચેટ GPT માસ્ટર ક્લાસ ફોર બિગિનર્સ' રાખવામાં આવ્યું હતું. આ કોર્સના કારણે લાન્સ જંકે 3 મહિનામાં લગભગ 28 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, લાન્સ જંકે ચેટ GPT પર કોઈ ઔપચારિક તાલીમ લીધી નથી. તેણે પોતે આ AI ટૂલ વિશે માહિતી મેળવી અને પછી બાળકોને તે શીખવ્યું