નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ ગૂગલે તાજેતરમાં જ પોતાના Pixel 5 4એનો લૉન્ચ કરતા જાણકારી આપી હતી કે તે જલ્દી પોતાના બે નવા સ્માર્ટફોનને માર્કેટમાં ઉતારશે. હવે જાણકારી મળી છે કે ગૂગલ પોતાના અપકમિંગ સ્માર્ટફોન્સ Pixel 4a 5G અને Pixel 5 5G સ્માર્ટફોનને 30 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે.

ટિપ્સ્ટર જૉન પ્રૉસેર અનુસાર ગૂગલ 30 સપ્ટેમ્બરે Pixel 4a 5G અને Pixel 5 5G સ્માર્ટફોનને લૉન્ચ કરશે. પોતાના ટ્વીટમાં જૉન પ્રૉસેરે કહ્યું કે, ગૂગલ Pixel 5 5Gના બ્લેક વેરિએન્ટની સાથે બ્લેક એન્ડ ગ્રીન વેરિએન્ટને લૉન્ચ કરશે. જાણવા મળ્યુ છે કે આ બન્ને સ્માર્ટફોનને 9 અલગ અલગ દેશોમાં લૉન્ચ કરવામાં આવી શકે છે, વળી કંપનીએ હજુ આના વિશે કોઇ ખુલાસો નથી કર્યો.



Google Pixel 5માં શું છે ખાસ....
ફિચર્સની વાત કરીએ તો ગૂગલ Pixel 5માં 120Hz રિફ્રેશ રેટની સાથે 6.67-ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ક્વાલકૉમ 765 જી પ્રૉસેસર પર કામ કરે છે. જે 8જીબી રેમની સાથે માર્કેટમાં આવી શકે છે. આગામી પ્રીમિયમ બજેટ સ્માર્ટફોનની કિંમત $ 699 (52,507) હોવાની આશા છે. જે ગયા વર્ષના Pixel 4 સ્માર્ટફોનની લૉન્ચ કિંમતથી $ 100 ઓછી છે. Pixel 5 સ્માર્ટફોનની બેટરી અને કેમેરા સ્પેશિફિકેશન્સ પર કોઇ અંદાજ નથી લગાવી શકાતો.

ગૂગલ Pixel 5નો સ્માર્ટફોન માર્કેટમાં વનપ્લસના OnePlus 8 ફોનને જોરદાર ટક્કર આપી શકે છે. કેમકે બન્ને સ્માર્ટફોનના ફિચર યૂઝર્સને પસંદ આવશે.