Google Maps, ટેક જાયન્ટ ગૂગલ પોતાના યૂઝર્સને વધુને વધુ સગવડો આપવા માટે નવા નવા ફિચર્સ રૉલઆઉટ કી રહ્યું છે. હવે પોતાની ગૂગલ મેપ સર્વિસમાં મોટા પાયે સુધારા અંતર્ગત રૉડ ટ્રિપ પ્લાન માટે ખાસ ફિચર ગૂગલ મેપ્સ (Google Maps)ના રૂટ માટે અવેલેબલ કરવામાં આવ્યુ છે. આ ફિચરની ખાસ વાત છે કે, તમને આ તમારા રૂટમાં ટૉલટેક્ષનો ખર્ચ બતાવશે.
તાજેતરમાં જ ગૂગલે મેપ્સ માટે નવુ અપડેટ રિલીઝ કર્યુ છે, જેમાં તમે રૂટ પર આવનારા ટૉલટેક્ષની ડિટેલ પણ જાણી શકશો. ગૂગલે ભારત, અમેરિકા, જાપાન અને ઇન્ડોનેશિયા યૂઝર્સને આ સુવિધા આપવાનુ શરૂ કરી દીધુ છે.
આની મદદથી રસ્તાં પર અવરેજ ટૉલટેક્ષની જાણકારી મળતી રહેશે, કંપની અનુસાર, આ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ માટે લગભગ 2000 ટૉલ રસ્તાંઓ માટે ઉપલબ્ધ છે. જલદી જ આ ફિચરને બીજા અન્ય દેશોમાં પણ રૉલઆઉટ કરી દેવામાં આવશે.
ટૉલ રૂટ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે -
ગૂગલે એપ્રિલમાં ભારત, અમેરિકા, જાપાન અને ઇન્ડોનેશિયામાં મેપ્સ પર ટૉલની કિંમતોને રૉલઆઉટ કરવાની જાહેરાત કરી હતી. આ યૂઝર્સને ટૉલ રસ્તાં અને નિયમિત રસ્તાંઓની પસંદગી કરવામાં મદદ કરશે. આ નવા અપડેટની સાથે હવે યૂઝર્સ સ્થાનિક ટૉલિંગ અધિકારીઓ પાસેથી ટૉલ મૂલ્ય નિર્ધારણની જાણકારી સાથે યાત્રા શરૂ થયા પહેલા જ પોતાના ડેસ્ટિનેશન માટે અનુમાનિત ટૉલ મૂલ્યને જાણી શકશે. એટલે કે જો તમે ટૉલ ટેક્સને ડિજીટલ વૉલેટથી પે કરો છો, તો તેમાં એટલી અમાઉન્ટ નાંખીને રાખી શકશો.
આ પણ વાંચો.....
India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ
Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ
Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી
વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....
PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે