જો તમે સ્માર્ટ ટીવી જુઓ છો તો હવે તમારો અનુભવ બદલાવાનો છે. કારણ કે સ્માર્ટ ટીવી માર્કેટમાં ગુગલનો એકાધિકાર સમાપ્ત થઈ ગયો છે. ગૂગલ હવે ભારતમાં એન્ડ્રોઇડ ટીવીને પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા માટે દબાણ કરી શકશે નહીં. આ નિયમ ભારતના કમ્પ્ટીશન રેગ્યુલેટર દ્વારા પસાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ગૂગલે CCI સાથેના તેના 4 વર્ષ જૂના એન્ડ્રોઇડ ટીવી કેસને 20.24 કરોડ રૂપિયામાં સમાધાન કરી લીધું છે. એન્ડ્રોઇડ ટીવી સેગમેન્ટમાં અનફેર બિઝનેસ પ્રેક્ટિસનો કંપની પર કેસ કરવામાં આવ્યો હતો.

Google Android TV અંગે એક મોટો નિર્ણય આવ્યો છે અને હવે ભારતમાં એન્ડ્રોઇડ ટીવીની મોનોપોલી સમાપ્ત થઈ શકે છે. સ્માર્ટ ટીવી માટે એન્ડ્રોઇડ ઓએસ સાથે આવતી બંડલ્ડ એપ્સ હવે ભારતમાં ઉપલબ્ધ થવાનું બંધ થવા જઈ રહી છે. ગૂગલ તાજેતરમાં ઘણા એન્ટ્રીટ્રસ્ટ કેસનો સામનો કરી રહ્યું છે, જેમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે તે ઘણી જગ્યાએ મોનોપોલી તૈયાર કરી રહ્યું છે અને તેનો લાભ પણ લઈ રહ્યું છે.

યુઝર્સ પર શું અસર થશે?

અગાઉ, મોટાભાગના ટીવીમાં ગૂગલની એપ્સ, સિસ્ટમ અને પ્લે સ્ટોર પહેલાથી ઇન્સ્ટોલ કરેલા હતા, પરંતુ આ નિર્ણય પછી હવે આ જરૂરી નથી. સ્માર્ટ ટીવી માર્કેટમાં ગૂગલની મોનોપોલી ખત્મ થવાથી ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને પ્લે સ્ટોરને પસંદ કરતા ગ્રાહકોએ હવે રિટેલર્સ અને બ્રાન્ડ્સને પૂછવું પડશે કે કયા ટીવીમાં તે ઇન્સ્ટોલ કરેલું છે અને કઇ ટીવીમાં નથી. કારણ કે, હવે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ્સ અને એપ સ્ટોર્સને સ્માર્ટ ટીવી ઉત્પાદકો સાથે ભાગીદારી કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલમાં બધી એપ્સ બધા એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ નથી. ગૂગલ પ્લે અને એમેઝોન એપ સ્ટોર ટીવી યુઝર્સ માટે સૌથી વધુ એપ્સ પ્રદાન કરે છે.

આ સંપૂર્ણપણે મનસ્વી છે.

બે ભારતીય વકીલોએ ગુગલની આ મોનોપોલી સામે ફરિયાદ દાખલ કરી હતી કે ગુગલે સ્માર્ટ ટીવી ક્ષેત્રના નાના ખેલાડીઓ માટે રસ્તો બંધ કરી દીધો છે. કારણ કે ગૂગલ સ્માર્ટ ટીવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને તેની સિસ્ટમ અને એપ્સનો ઉપયોગ કરવા દબાણ કરી રહ્યું છે.

આનાથી અન્ય નાના ડેવલપર્સ માટે રસ્તો બંધ થઈ રહ્યો હતો. આ કેસમાં CCI એ પોતાનો ચુકાદો આપ્યો અને તેને 'ડોમિનેટ પોઝિશનનો દુરુપયોગ' ગણાવ્યો અને ગૂગલ પર 2.38 મિલિયન ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા) નો દંડ ફટકાર્યો હતો.