નવી દિલ્હીઃ ગૂગલે પાંચ મહિના પહેલા એક યૂનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફોટો પ્રિન્ટિંગ સર્વિસની શરૂઆત કરી હતી. પણ હવે ટેકનોલૉજી કંપની ગૂગલ 30 જૂનથી આ સર્વિસને બંધ પુરેપુરી બંધ કરવાની યોજના બનાવી રહી છે.


AI ફોટો પ્રિન્ટિંગ સર્વિસ એક મન્થલી પેડ સર્વિસ છે, જેમાં યૂઝર્સ પોતાના કલેક્શન્સમાં રહેલી તસવીરોને પ્રિન્ટ કરાવી શકે છે. જોકે હાલ આ સર્વિસ બંધ કરવાનુ કારણ સામે નથી આવ્યુ.

Engadget ના એક રિપોર્ટ અનુસાર, ગૂગલે ગ્રાહકોને મોકલેલા મેસેજમાં કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા મોકલેલા ફિડબેક માટે ધન્યવાદ. તમે અમને મોકલેલી ઉપયોગ માહિતી માટે ધન્યવાદ. તમે અમને ઘણીબધી ઉપયોગી માહિતી આપી છે, કે અમે કઇ રીતે વિકસીત કરી શકીએ છીએ. આને અમે વધારે વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવાની આશા રાખીએ છીએ. કૃપા ભવિષ્યના ઉપડેટ માટે પોતાની નજર રાખશો.

ગૂગલે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિરત ફોટો પ્રિન્ટિંગ સર્વિસમાં એક ખાસ અલ્ગોરિધમ પ્રોગ્રામ કર્યો છે. આ અંતર્ગત યૂઝરની ફોટો ગેલેરીમાં સૌથી બેસ્ટ ફોટોને સિલેક્ટ કરીને તેને 4x6 સાઇઝમાં પ્રિન્ટ કરી દેવામાં આવે છે. યૂઝરના પાસે એ ઓપ્શન પણ હોય છે કે તે ફોટોને લેન્ડસ્કેપ સાઇઝમાં પ્રિન્ટ લઇ શકે છે. આ સર્વિસ માટે યૂઝરને $7.99 (લગભગ 600 રૂપિયા) દર મહિને ચૂકવવા પડે છે. આ પેકેજ અંતર્ગત યૂઝર 10 ફોટો પ્રિન્ટ કરાવી શકે છે.