નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાની વધુ એક આઇડિયા આપી રહ્યું છે. Metaના ફોટો અને વીડિયો શેયરિંગ એપ Instagramએ સબ્સક્રિપ્શન ફીચર જાહેર કર્યું છે. આ ફીચરને છેલ્લા વર્ષે નવેમ્બરમા સ્પૉટ કરવામાં આવ્યું હતું.
જોકે, ઇન્સ્ટાગ્રામે આ ફિચરને ફક્ત અમેરિકન ક્રિએટર્સ માટે લાઇવ કર્યું છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ પોતાના પેડ ફોલોઅર્સને એક્સક્લૂસિવ ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો અને સ્ટોરીઝને એક્સેસ આપી શકશે.
એટલુ જ નહી સબ્સક્રાઇબર્સને પણ એક સ્પેશ્યલ બેઝ મળશે જે તેને ક્રિએટર્સના કોમેન્ટ સેક્શન અને ઇનબોક્સમાં બીજા યુઝર્સથી અલગ કરશે. ઇન્સ્ટાગ્રામને આ ફીચરને 10 અમેરિકન ક્રિએટર્સ સાથે લાઇવ કર્યું છે. એપ તેને અલ્ફા ટેસ્ટ માની રહ્યું છે. એટલે કે ક્રિએટર્સ આ ફીચરનો ઉપયોગ કરી પોતાના ફિડબેક આપશે.
સબ્સક્રિપ્શનની વાત કરીએ તો ક્રિએટર્સની પાસે પોતાના કન્ટેન્ટની કિંમત નક્કી કરવાની આઝાદી હશે. 0.99 ડોલરથી લઇને 99.99 ડોલર પ્રતિ મહિનાની વચ્ચે ક્રિએટર્સને 8 પ્રાઇઝ પોઇન્ટ મળશે. સબ્સક્રિપ્શન બાદ યુઝર્સ સ્ટોરી હાઇલાઇટ્સ જેવા સબ્સક્રાઇબર્સ ઓનલી કન્ટેન્ટનું એક્સેસ મળશે.
એક્સક્યૂઝિવ બ્રોડકાસ્ટ શરૂ થવા પર યુઝર્સને તેનું એલર્ટ મળશે. આ બ્રોડકાસ્ટ ફક્ત સબ્સક્રાઇબર્સ માટે હશે જેથી તેમાં યુઝર્સની સંખ્યા ઓછી હશે. જેનાથી ફોલોઅર્સ સારી રીતે કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જોડાઇ શકશે. સબ્સક્રાઇબર્સ ઓનલી સ્ટોરીઝ પર્પલ રિંગની સાથે જોવા મળશે.
હાલમાં ક્રિએટર્સને એનાલિટિક્સમાં કોઇ અલગથી સબ્સક્રિપ્શન સેક્શન નહી મળે પરંતુ તેઓને સબ્સક્રિપ્શનથી થનારી કમાણીની ડિટેઇલ્સ જરૂર મળશે. ક્રિએટર્સને સબ્સક્રિપ્શનથી કમાણી, ટોટલ સબ્સક્રાઇબર્સ, નવા સબ્સક્રાઇબર્સ અને કેન્સિલેશનની જાણકારી સબ્સક્રિપ્શન સેટિંગથી મળશે.
જોકે, ક્રિએટર્સ સબ્સક્રાઇબર્સ લિસ્ટને એક્સપોર્ટ નહી કરી શકે. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે તે આ પ્રકારના ટૂલ પર પણ કામ કરી ચૂક્યા છે જેનાથી ક્રિએટર્સ ભવિષ્યમાં પોતાના સબ્સક્રાઇબર્સને ઓફ પ્લેટફોર્મ પણ મળી શકશે. હાલમાં ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સની કમાણીમાંથી કોઇ હિસ્સો લેશે નહીં.