Instagram Plus: મેટા હવે રેવન્યુ માટે માત્ર જાહેરાતો પર નિર્ભર રહેવા માંગતી નથી. કંપનીને લાગે છે કે એક્સ્ટ્રા ફીચર્સ અને ટુલ્સ માટે કેટલાક લોકો પૈસા આપવા તૈયાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કંપનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ Instagram, Facebook અને WhatsApp ના પેઇડ સબસ્ક્રિપ્શન રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને હવે કંપનીએ તેને સત્તાવાર રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે. આજે આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામના સબસ્ક્રિપ્શન પ્લાન Instagram Plus માં કયા કયા ફીચર્સ મળે છે અને તેના માટે કેટલી રકમ ચૂકવવી પડશે.

 

Continues below advertisement
Continues below advertisement

Instagram Plus માં શું-શું મળશે?Instagram Plus ખાસ કરીને એવા લોકો માટે વધુ ઉપયોગી છે જેઓ સતત સ્ટોરી પોસ્ટ કરે છે અને તેના પર વધુ કંટ્રોલ ઈચ્છે છે. આ પ્લાન લેનારા યુઝર્સ જોઈ શકશે કે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને કેટલા લોકોએ Re-watch કરી છે. તેમને 'ક્લોઝ ફ્રેન્ડ્સ' સિવાય પણ ઓડિયન્સ લિસ્ટ બનાવવાનો અને સ્ટોરીને 24 કલાકથી વધુ સમય સુધી લાઈવ રાખવાનો વિકલ્પ મળશે. સાથે જ તેમને અઠવાડિયામાં એક સ્ટોરીને Spotlight કરવાની તક મળશે, જેથી તેની વિઝિબિલિટી વધી શકે.

આ પણ વાંચો... ચીને કર્યો 6G કમાલઃ હવે WiFi નહીં પ્રકાશથી ચાલશે ઇન્ટરનેટ, આંખના પલકારામાં પહોંચી જશે ડેટા

અન્ય ફીચર્સની વાત કરીએ તો:

  • સ્ટોરી જોનારા લોકોના લિસ્ટમાં સર્ચ કરવાનો વિકલ્પ.
  • કોઈની વ્યૂઅર લિસ્ટમાં આવ્યા વગર સ્ટોરી જોવાની સુવિધા.
  • ફોલોઅર્સની ફીડમાં પોસ્ટ કર્યા વગર માત્ર પોતાની પ્રોફાઇલ પર પોસ્ટ કરવાનો વિકલ્પ.

કસ્ટમાઈઝેશનના વિકલ્પો પણ મળશેInstagram Plus માં ઉપર જણાવેલા ફીચર્સ ઉપરાંત કસ્ટમાઈઝેશન માટે પણ કેટલાક ટુલ્સ મળશે. પેઇડ સબ્સ્ક્રાઇબર્સ એપ આઇકનને કસ્ટમ કરી શકશે. તેમને એનિમેટેડ Super Heart રિએક્શન અને વધુ પ્રોફાઇલ પિન્સ (Profile Pins) ના વિકલ્પ પણ મળશે. જો જોવામાં આવે તો, કસ્ટમાઈઝેશન અને સ્ટોરી સંબંધિત ઓપ્શન્સ સિવાય આ પ્લાનમાં યુઝર્સ માટે ખાસ કંઈ એક્સ્ટ્રા નથી. જોકે, કંપનીએ કહ્યું છે કે આગળ જતાં તેમાં વધુ કેટલાક મજેદાર ફીચર્સ ઉમેરવામાં આવી શકે છે. બીજી તરફ ફેસબુક પ્લસની વાત કરીએ તો તેમાં પણ ઇન્સ્ટાગ્રામ પ્લસ જેવા જ ફીચર્સ મળવાની વાત કહેવામાં આવી છે.

Instagram Plus માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?મેટાએ ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ માટે એકસરખી કિંમત રાખી છે. બંને પ્લાનની કિંમત 3.99 ડોલર (લગભગ 380 રૂપિયા) પ્રતિ મહિને રાખવામાં આવી છે. જોકે, ભારત માટે પ્રાઈસિંગની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે પેઇડ સબસ્ક્રિપ્શન આવ્યા પછી પણ આ એપ્સના કોર ફંક્શન જેવા કે પોસ્ટિંગ, મેસેજિંગ, સ્ક્રોલિંગ વગેરે પહેલાની જેમ જ ફ્રી રહેશે.