નવી દિલ્હીઃ એપલના આઇફોન 12 સીરીઝના લૉન્ચિંગ બાદથી ભારતમાં આઇફોન લવર્સ માટે ઇન્તજાર વધી ગયો છે. લોકો ખરીદવાની રાહ જોઇને બેઠા છે. ત્યારે તેની કિંમત અને પ્રી ઓર્ડરની ડિટેલ સામે આવી છે. આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉની પ્રી બુકિંગ શરૂ થઇ ચૂકી છે. ફોનના બુકિંગ માટે ગ્રાહકોને કંપનીના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર જવુ પડશે. કંગનીના ઓફલાઇન સ્ટૉર પરથી પણ આનુ બુકિંગ કરી શકાય છે. કંપની તરફથી હજુ આઇફોન 12 મિની અને આઇફોન પ્રૉ મેક્સના બુકિંગ વિશે કોઇ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત કંપનીએ આઇફોન 12 સીરીઝના ચારેય ફોનની ભારતમાં કિંમતોની પણ જાહેરાત કરી દીધી છે. આવો જાણીએ કયો આઇફોન તમને કેટલામાં મળશે.....



ભારતમાં iPhone 12ની કિંમત
ભારતમાં 64GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 79,900 રૂપિયા, 128GB સ્ટૉરેજની કિંમત 84,900 રૂપિયા, 256GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 94,900 રૂપિયા છે.

ભારતમાં આઇફોન 12 મિનીની કિંમત
ભારતમાં 64GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 69,900 રૂપિયા, 128GB વાળા ફોનની કિંમત 74,900 રૂપિયા અને 256GB વાળા મૉડલની કિંમત 84,900 રૂપિયા છે.

ભારતમાં આઇફોન 12 પ્રૉની કિંમત
iPhone 12 પ્રૉના 128GB વાળા મૉડલની કિંમત 1,19,900 રૂપિયા, 256GB સ્ટૉરેજની કિંમત 1,29,900 રૂપિયા અને 512GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,49,900 રૂપિયા છે.

ભારતમાં આઇફોન 12 પ્રૉ મેક્સની કિંમત
વાત કરીએ iPhone 12 પ્રૉ મેક્સની તો 128GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,29,900 રૂપિયા, 256GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,39,900 રૂપિયા અને 512GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,59,900 રૂપિયા છે.